Monday 24 February 2020

વારતા શિબિર - ૯ (અમદાવાદ) - એકતા નીરવ દોશી.


વારતા રે વારતા
*******************
તારીખ : 23 ફેબ્રુઆરી 2020
સ્થળ : ….સ્ક્રેપયાર્ડ
શહેર :   ….અમદાવાદ
શિબિર સૂત્રધાર : આપણા રાજુ
શિબિરઆર્થીઓ : લિસ્ટ લાંબુ છેનામ આવતા રહેશે


વખતે તો અમદાવાદ શિબિરાર્થીઓએ ભરૂચની શિબિરની ડબ્બા પાર્ટી જેટલી યાદગાર ડબ્બા પાર્ટી કરવાનું નક્કી કરી લીધું હતું એની તૈયારી શરૂ થઈ હતી લગભગ એક મહિનાથી. કોણ કોણ આવશે ...તો પહેલીવાર લિસ્ટ બન્યું ત્રીસથી વધારે લોકોનું. જે શિબિર માટે ભરખમ સંખ્યા હતી. નામો નક્કી થયા બાદ કોણ શું લાવશે, શિબિરના મુદા શું હશે, ચેતનની લગ્નની વર્ષગાંઠ હતી તો શું કાર્યક્રમ કરીશું પ્રકારની ચર્ચાઓ એક વ્હોટ્સએપ ગ્રુપમાં શરૂ થઈ. ધીમે ધીમે ગ્રુપમાં એટલા તોફાન થવા લાગ્યાં કે અંદાજો આવી ગયો કે શિબિર તુફાની રહેવાની છે.

કટ ટુ શિબિર …..

હું જ્યારે સ્ક્રેપયાર્ડ પહોંચી ત્યારે "બીડી પે ચર્ચા" ચાલતી હતી. જેમાં રાજુ, નેહા, .ત્રી અને નિલેશભાઈ શામેલ હતા. નેહા સંપૂર્ણ એટેક મૂડમાં, રાજુ એટેકથી કેમ અને ક્યાં સુધી બચવું મથામણમાં હતા. .ત્રી સાક્ષીભાવે મરકતા હતા તો નિલેશ પોતે હાજર છે એવું બતાવવા મથતા હતા,  મેં પણ પહોંચતાવેંત ચર્ચામાં ઝંપલાવ્યું. જે દરેક ચર્ચામાં રાજુનું કહેવું હતું, "બહુ મહત્વપૂર્ણ છે એટલે બધાં આવે પછી કરીએ. જેથી રિપીટ કરવું પડે." અને નેહાનું કહેવું હતું, "રિપીટ કરવું પડે એટલે ચર્ચા કરવી નહીં?" મેં ગરમ કચોરી વચ્ચે મૂકી રિપીટ કરીએ તો ચાલે એવું કામ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. એમાં પણ રાજુનું કહેવું હતું, " થોડા લોકો આવે પછી લઈએ." મોકો પામી નિલેશે પ્રેમપૂર્વક પોતાના હાથથી બનાવેલા ખજૂરપાકનું માર્કેટિંગ શરૂ કરી દીધું, ખૂબ સ્વાદિષ્ટ ખજૂરપાકના મોટા બટકામાંથી મેં, નેહા અને રાજુએ એક એક ભાગ ખાધો. ખજૂરપાક ખાઈ રાજુનું કહેવું હતું, "ચાલો, બનાવતા તો આવડી ગયું." વાક્ય સાંભળી નિલેશને ખુશ થવું કે નિરાશએ નક્કી થયું એટલે જોક માની હસી લીધું. હા, તો નિલેશે હવે ઓફિશિયલી ખજૂરપાકના ઓર્ડર લેવાનું નક્કી કર્યું છે, ઘરના ઘીથી બનાવેલો શુદ્ધ ખજૂરપાક નિલેશ ફક્ત વારેવાના સભ્યો માટે ઓર્ડરથી બનાવી આપશે. (નિલેશ, માર્કેટિંગ માટે યોગ્ય વળતર પહોંચતું કરવું.) ખજૂરપાક ખાતાંખાતાં પુસ્તકો, વાર્તાઓની વાતો કરી. જેમાં મેં ટ્રાન્સલેશન વાંચવામાં મજા નથી આવતી એવી ફરિયાદ કરી અને એના ઉપર થોડી ચર્ચા થઈ.

એક પછી એક જ્યોતિ, પરાગ ,જાગુ અને તન્વીનું આગમન થયું. બધા એકબીજાને ઓળખાણ આપવાની સાથે સ્ક્રેપયાર્ડ શોધવા કેટલું ફરવું પડ્યું એની માહિતી પણ આપતા હતા. ત્યારબાદ કચોરીને ન્યાય આપતાંઆપતાં રાજુએ નવા સભ્યોને કામ સોંપ્યું, અત્યાર સુધીમાં વાંચેલી અને ગમેલી દસ વાર્તાના નામ લખો. પછી ટાસ્ક બાકીના સભ્યોને પણ કરવાનું કહ્યું. ત્યાં સુધીમાં નિયતી અને હિમાંશુ આવી ગયા હતા. સેટલ થાય ત્યાં ઝંખના પણ આવી પહોંચ્યાં. અને થોડીવારમાં ચેતન-રીટા પણ આવી ગયા. રાજુ નામના ભોળા માણસે ચેતનપત્નીને ચેતનપુત્ર સમજવાની ભૂલ કરી. જેમાં મેં એમને ટપર્યા.

હવે સભાસ્થળ હૉલમાંથી બહાર ઓપન એરિયામાં ખસેડાયું. ત્યાં સુધીમાં રેના સુથાર આવી પહોંચ્યાં હતાં. બહાર ગોઠવાયા એટલા સમયમાં હિરલ વ્યાસ , મિતાલી આવ્યાં. બધાને દસ વાર્તાનું લિસ્ટ લખવાના ટાસ્ક અપાયો અને રાજુએ સભા શરૂ કરી. જેમાં સૌ પ્રથમ પરિચયનો દૌર શરૂ થયો. દૌર ચાલતો હતો ત્યારે એક ગભરું બાળાએ પ્રવેશ કર્યો. ડરતી હતી, એની આંખોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને રાજુએ પૂછ્યું, "તમે કોણ?" બાળા વધુ ગભરાઈ ગઈ, "હું ધરતી દવે." એના મોઢામાંથી માંડ-માંડ અવાજ નીકળ્યો. રેના સુથાર એની મદદે ધાયા. "રાજુ એને નર્વસ કરો, તમારાથી ડરે છે." અને સભા હાસ્યસભામાં બદલાઈ ગઈ. રાજુએ કહ્યું, "તમે મને ગમ્યાં." અને ધરતી વધારે મૂંઝાયા. સૌએ પોતપોતાની રીતે ધરતીને સમજાવ્યું, કે રાજુ સમજે છે એવું ભયાનક પ્રાણી નથી. ધરતી તો પણ ભારે ચિંતામાં હતી જે ધીરેધીરે સામાન્ય થઈ.

પ્રાથમિક પરિચય અપાયાં બાદ દરેક મેમ્બરની ગમતી દસવાર્તાઓનું લિસ્ટ વાંચવામાં આવ્યું. લિસ્ટમાં પોતાની વાર્તાનું નામ લખનાર બાળકોને ધમકાવવામાં આવ્યાં અને રાજુએ નાટ્યકાર સત્યદેવ દુબેની એક વાત ટાંકી, "જે દિવસે તમારું સર્જન તમને ગમે તે દિવસે તમે મરી ગયા છો." જેમણે મિત્રોની વાર્તાના નામ લખ્યાં હતાં તેમને વાંચન વર્તુળ વિસ્તારવાની સલાહ આપવામાં આવી. બીજી ભાષાના લેખકો વાંચવાની સલાહ આપવામાં આવી અને એક સાયન્ટિફિક ફિલોસોફી  "દરેક ક્ષણે આપણી અંદર કોષો મરે છે અને નવા કોષો જન્મે છે" દ્વારા સતત શીખતાં રહેવાની, વાંચતા રહેવાની શીખ આપી રાજુએ બોલવાનું કામ નેહાને સોંપ્યું.

નેહા તો બસ રાહ જોતાં હતાં કે ક્યારે મને સંપૂર્ણ મેદાન આપવામાં મળે. જો કે નેહાના સવાલ ખૂબ મહત્વના હતા, "આપણે વારેવાનો પુસ્તકસંગ્રહ કરવાની વાત થઈ હતી તો કેમ નથી બનતો? શું પાંચ વર્ષની પ્રવૃત્તિના અંતે આપણે એક સંગ્રહ બનાવવા લાયક 20-25 વાર્તા નથી લખી શક્યા? જો આપણે પોતે 25 વાર્તા પસંદ કરી શકતા હોઈએ તો આપણે શું શીખ્યાં? આપણે વારેવા ગ્રુપની નિષ્ફળતા ગણવી? જુના સભ્યો નિષ્ક્રિય કેમ થઈ ગયા છે? બીજી શિબિરો કરતાં આપણે 80% આગળ છીએ પણ 20%માં જે લોકો આગળ છે બાબતમાં આપણે કેમ કાંઈ કરી શકતાં નથી? જે લોકો બે-ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ગ્રુપમાં છે તેમની પ્રગતિ માટે શું કરી શકાય? " દરેક સવાલોના જવાબ રાજુએ અને બીજા મિત્રોએ આપવાની કોશિશ કરી. .ત્રીએ તો રાજુના પક્ષમાં ત્યાં સુધી કહી દીધું કે પોઝીટીવ છે જુવો. પણ નેહામાતાને એમના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર મળતા તેઓનો આક્રમક પુણ્ય પ્રકોપ યથાવત રહ્યો. અને હવે અમુક નિયમો નક્કી થયા છે, જેની પોસ્ટ સૂત્રધાર પોતાની અનુકૂળતાએ મુકશે.

ત્યાર પછી નવા સભ્યોને રાજુએ "વાર્તા કેમ વાંચો છે? વાર્તા કેમ લખો છો?" પૂછ્યું અને જવાબમાં રાજુ  "લૈલા-રાંઝા" ટાઈપના સવાલ પૂછતાં જેનાથી નવા સભ્યો હેબતાઈ હતા. નવા બાળકોને ડરાવવાનું પાપ રાજુ માથે ચડી ગયું છે. બધાની વાર્તા લખવાના સફરની કથની ચાલતી હતી ત્યાં શ્રદ્ધાએ સરપ્રાઈઝ આપી વાતાવરણ બદલી નાખ્યું.

કેમ લખો છો, સવાલના જવાબોમાં કેટલાક સુંદર વાક્યો સાંપડ્યા.
જેમ કે,
"નિજાનંદ માટે લખો છો તો ડાયરી લખો."
"દરેક વ્યક્તિનું સત્ય છે કે તે પોતાની કહી શકાય તેવી વાત કહેવા માટે લખે છે."
"ઇતિહાસમાં માત્ર તારીખ અને નામ સાચા હોય છે અને વાર્તાઓમાં ફક્ત તારીખ અને નામ ખોટા હોય છે."
"ટીપવામાં વારેવા ગ્રુપ અને લગ્નજીવન લગભગ સરખું છે. એટલે વારેવા ગ્રુપની ટિપ્પણીઓ સહન કરવાથી જીવનમાં સહનશક્તિ વધે છે."
"કોઈ માણસ જન્મજાત મૂર્ખ નથી હોતું, શાળા તેને મૂર્ખ બનાવે છે."
"ગણગણવું અને ગાવામાં જે ફરક છે ફરક લખવામાં અને વાર્તા લખવામાં છે."

જમવાનો બ્રેક પાડવામાં આવ્યો, હવે ગેરહાજર લોકો આંખો મોટી કરીને વાંચે.

એકતા ગેરહાજર સભ્યોને ગણીને ખાસ્તા કચોરી લાવેલી. રેના વાટીદાળના ખમણ, ખાખરા અને સેન્ડવીચ ખમણ,નિલેશનો ખજૂરપાક,  પરાગનો મોહનથાળ, તન્વીની મેથીપુરી અને ચાટ પુરી, જાગુના થેપલા અને ભાત, નિયતી લાવેલા ગાજરનો હલવો અને સમોસા. હીમાંશુએ હાંડવો કાઢ્યો તો હિરલે ચુરમાના લાડુ. ઝંખના લાવેલા ભાખરવડી અને ચેવડો. ઝરણાની ખારી શીંગ ખુલવા પામી. વ્રજેશ લાવેલા મૈસુરપાક અને ચોકલેટ. દરેકે પોત પોતાની ક્ષમતા પ્રમાણે ખાઈ લીધું, ત્યાં સુધીમાં લવ કપલ ચેતન-રીટા ચૂપચાપ સરકી ગયા હતા. અમને થયું સેલિબ્રેટ કરવા ગયા હશે. એટલે અમે તો બધું સમેટી શિબિરનો બીજો ભાગ શરૂ કરવાનું વિચારતાં હતાં. ત્યાં નેહાએ રાજુને કોલડ્રિન્ક લાવવાનું કહ્યું. તન્વી હાર્ડડ્રિન્ક લાવ્યાં હોવાથી રાજુએ નેહાની વાત માની લીધી.
રાજકોટથી ખાસ આવેલા સફાઈ પસંદ શ્રદ્ધાએ ટેબલ ઘરના ડાઇનિંગ ટેબલ જેટલું સ્વચ્છ કરી નાખ્યું અને ઝાડુ-પોતાથી ઓપન એરિયાના સ્ટેપ્સની સફાઈ પણ કરી. (મારા અને નેહા જેવા સફાઈ નાપસંદ લોકોએ શ્રદ્ધાને અમારા સાસરિપક્ષથી દૂર રાખવાનો નિર્ણય લઈ લીધો છે.)

એટલીવારમાં ચેતન-રીટા બધા માટે કેક લઈને આવ્યાં. અમે બેશરમ લોકોએ એમને તમે જમી લો કહી શિબિર આગળ ધપાવી. વાર્તાની સફળતા-નિષ્ફળતાના માપદંડ કેવી રીતે નક્કી કરવા તે વિશે ચર્ચા ચાલી. જેમાં રાજુનું કહેવું હતું, ખૂબ વાંચો, ખૂબ લખો તમારી પંદર વાર્તા પછી તમને ખબર પડશે કે તમારી વાર્તા કેવી છે. તમારી વાર્તાનો માપદંડ કોઈ નક્કી કરી શકે, તમારો કોન્ફિડન્સ તમારી સફળતા. સફળતા માટે રિયાઝ રિયાઝ અને રિયાઝ જરુરી છે. કોઈ શોર્ટકટ નથી. એક કે બે વાર્તા લખશો તો તમારી વાર્તાને અન્ય કોઈ વખોડી નાખશે તો તમે નિરાશ થઈ જશો પણ અભ્યાસ કર્યો હશે તો તમારી વાર્તાનું સ્ટેન્ડ લઈ શકશો.

ત્યાં નિલેશે મને બોલાવી અને મેં, .ત્રી, નિલેશ અને ચેતને મળી બધાને કેક આપી. ચેતને પણ ઘેરહાજર સભ્યોની કેક ગણી હતી. બધાએ કેક ખાતાંખાતાં અમે,  રાજુ અને હીમાંશુના પ્લાન પ્રમાણે ચેતન-રીટાના લગ્નના ફટાણા ગાયા. ટૂંકમાં એનિવર્સરીના દિવસને શહીદ દિન કેમ કહે છે એનો રીટાને વારેવા સભ્યોએ બરોબર અનુભવ કરાવ્યો.(ચેતનનું ઘરે જઈ શું થયું હશે... અહેવાલ ઓવર ટુ ચેતન😂😂) રાજુએ ચેતન-રીટાની પહેલી મુલાકાત પૂછી અને બંનેએ દિલ ખોલીને વાતો કરી. બે વિરોધાભાસી વ્યક્તિત્વ મળીને એક સંપૂર્ણ લગ્નજીવન કેવી રીતે બનાવે એનું સુંદર ઉદાહરણ આપ્યું. પછી હંમેશાની જેમ રાજુએ અજીબોગરીબ ટાસ્ક આપ્યોરીટા-ચેતનની પહેલી મુલાકાત. પુરુષોએ રીટા બનવાનું અને સ્ત્રીઓએ ચેતન પણ પુરુષોની પાંખી હાજરીને કારણે જ્યોતિ, ઝરણા અને એકતા જેવા લોકોને ભાગે રીટાનો રોલ ભજવ્યો. અમે બધાએ અપૂરતી તૈયારી અને પૂરતી પ્રમાણિકતા સાથે બકવાસથી અતિબકવાસ કરી. અને ટાસ્કના અંતે રાજુએ સમજાવ્યું લેખકે રીતે પરકાયા પ્રવેશ કરવાનો હોય છે અને ડાયલોગનું લખાણમાં બહુ વધારે મહત્વ છે. તમે કંઈક જુદું આપો તે મહત્વનું છે.

નેહા ફરી મેદાનમાં આવી, "વારેવાના ટાસ્કમાં લાગણીઓનું ઊંડાણ ખૂટે છે. પ્રકારના ટાસ્ક આપો." રાજુએ છાયાનું ઉદાહરણ આપ્યું, જુદી. રજુઆત  "વાઘ આવ્યો રે વાઘ" અને નેહાનું કહેવું હતું એવું દરેક સભ્ય નથી કરતો. ટોપિક એવા આપો કે એમાં લાગણીઓ નીતરેરાજુનું કહેવું હતું એટલો બધો રસ્તો દેખાડી શકાય. લાંબી ચર્ચાના અંતે રાજુએ સરેન્ડર કર્યું કે ચાલો કોશિશ કરીશું.

પછી શરૂ થઈ મોસ્ટ અવેઇટેડ "મેરે પાસ તુમ હો"ની ચર્ચા, સૌ પ્રથમ જે લોકોએ સિરિયલ જોઈ હોય તે બધાને એક વાક્યમાં સિરિયલને વર્ણવવાનું કહ્યું. "પતિ, પત્ની અને વો" મોટાભાગે જવાબ હતો. "દાનીશના પ્રેમની વાર્તા હતી." "મહેવીશની બેવફાઈ હતી." આવા ઘણાં ઓપિનિયન આવ્યાં. રાજુનો જવાબ હતો "પ્રેમી પતિ, પત્ની અને ભૌતિકસુખની લાલચ અને વોની વાત હતી." મારા અને ચેતન સહિત ઘણાંનું માનવું હતું કે સીરિયલમાં એવું કાંઈ નહોતું જે અગાઉ જોયું હોય. રાજુનું કહેવું હતું, આપણી હાલની સિરિયલ સાથે સરખાવો. ચવાઈને ચુથ્થો થઈ ગયેલા વિષયને પણ ફક્ત ડાયલોગ દ્વારા કેટલી સુંદર બનાવી છે! સ્ત્રીને હલકી પાડતી માનસિકતા હતી કે વિરોધાભાસી વાત હતી બધા મસાલા હતા પણ આપણે જે શીખવાનું હતું હતા ડાયલોગ. પછી તેમણે કુરબાની (ફિરોઝખાન-વિનોદખન્ના)નો મિત્રતાનો સીન જે હોલીવુડ ફિલ્મથી પ્રેરિત હતો તેની વાત કરી. આમીરખાને અજય દેવગણની ફૂલ ઔર કાંટે વિશે આપેલું વિધાન ટાંકયું " વ્યક્તિએ બકવાસ ફિલ્મને સુંદર રીતે કરી છે મહત્વનું છે." એટલે આખી વાતનો નિષ્કર્ષ હતો કે રજુઆત હટકે કરો.

પછી શરૂ થયું છેલ્લું સેશન સવાલ જવાબ, પહેલો સવાલ મેં પૂછ્યો, " જેમ નેહાએ કહ્યું તેમ, આજે હું ટેક્નિકલી બરોબર વાર્તા લખી લઉં છું અને વારેવાના મોટાભાગના સભ્યો પણ, એનાથી એક લેવલ અપ જવા માટે શું કરવું. છાયાની આસપાસ ક્યાંક પહોંચી શકીએ."
રાજુએ કાયમિક અદામાં કાઉન્ટર સવાલ કર્યો… "છાયાને હીરો કેમ ગણો છો. છાયા છાયા છે અને એકતા એકતા. છાયા જેવું તો છાયા લખશે ને! નેહા તમને ઇનવોલ્વ કર્યા છે એકતાએ, તમે વાત સાથે સહમત છો?" નેહાએ હા પાડી એટલે રાજુને જવાબ આપવો પડ્યો, ખાસ મારી વાર્તામાં નાટ્યત્મકતા ખૂટે છે એવું કહ્યું. અને મને રજૂઆતના અલગ પાસાઓ ઉપર વિચારવાનું કહ્યું. જનરલ બધાં માટે કહ્યું, "કોઈ પણ વાતની રજુઆત માટે પહેલો આઈડિયા ડિસ્કાર્ડ કરો, બીજો કેન્સલ કરો, ત્રીજો ફેંકી દો અને ચોથા ઉપર કામ કરો. દરેક રજુઆત અલગ થશે."
બીજો સવાલ ધરતી દવેએ અભિધા-વ્યંજના વિશે કર્યો. જેના જવાબમાં રાજુએ બ્લોગ વાંચ્યાં બાદ પૂછવાનું કહ્યું. ત્રીજો સવાલ હિરલ વ્યાસે કર્યો, "વિષયમાં કેવી રીતે ઉતરવું?" જવાબ હતો "વિષય જીવવો. તમે પહેલા વિષય વિચારો પછી તેમાં ઉતરો. પરિસ્થિતિમાંથી પસાર થયેલ વ્યક્તિ સાથે વાત કરો. સમજો અને પછી ઉતારો, જેમ મંટો કરતા હતા." ચોથો સવાલ નિલેશનો હતો, "પર્સનલી મારી વાર્તામાં શું ખૂટે છે?" રાજુએ કહ્યું, "આપણે પર્સનલ વાત નથી કરતા પણ તમે ફાયદો ઉઠાવી લીધો છે તો તમારી વાર્તા મોનોટોનસ થઈ જાય છે. એના ઉપર કામ કરવું પડશે." નિલેશે ભોળા ભાવે મોનોટોનસ એટલે? એવું પૂછ્યું અને રાજુએ એકવિધતા ઉપરની સમજણ આપી. પછી ફોટો સેશન, ગુરુદક્ષિણા અને વધેલા નાસ્તાનો હિસાબ પતાવી સૌ છુટા પડતા હતા અને મને એક સૌથી યાદગાર વાક્ય સાંભળવા મળ્યું ,

જાગુ પટેલ ઉવાચ : .ત્રી, નેહા અને તમે ધાર્યા હતા એવા નથી હોં ...મજાના છો.

તો રાજુ અને અમારા ત્રણના ડરથી આવેલા સભ્યો …..

ઇસકે આગે હમ ઔર ક્યાં કહેઆવતી વખતે આવજો

એકતા નીરવ દોશી.


















12 comments :

  1. આભાર એકતા... બીજા જ દિવસે અહેવાલ આપી દિધો અને એ પણ આટલો સુરેખ... 😃👍👌👌👌

    ReplyDelete
  2. મસ્ત પોઇન્ટ ટુ પોઈન્ટ

    ReplyDelete
  3. મસ્ત.. એકતા મજા આવી ગઈ 😁👍🏼

    ReplyDelete
  4. ઢિંચાક અહેવાલ

    ReplyDelete
  5. જોરદાર..મજાની ક્ષણો ફરીથી જીવી લીધી.

    ReplyDelete
  6. સરસ, વિસ્તૃત અને જીવંત અહેવાલ.

    ReplyDelete
  7. સમગ્ર કાર્યક્રમની બધી પળો આવરી લેવાઈ . . . મારા મૌન સહિતની . . . ગ્રેટ વર્ક.

    ReplyDelete
  8. બધું જાણવા મળ્યું અને છતાં 'missing' ગયું નહીંં, વધ્યું.

    ReplyDelete
  9. એકતા,મારા આક્રોશ વિશે લખવા બદલ આભાર...����...
    મને એમ કે ડર લાગે એવી થોડી વાતો હટાવી દેવામાં આવશે. પણ સારું છે, કભી કભી ડરના તો કભી ડરાના ભી જરૂરી હૈ..
    બહુ જ ઝડપે અને બહુજ ઝીણવતભર્યો વિસ્તૃત અહેવાલ. ફરી જાણે શિબિર માં જઈ આવ્યા એમ લાગ્યું. હજુ તો માંડ માંડ એની અસરમાંથી મુક્ત થયા હતા����.

    ReplyDelete
  10. મસ્ત.. તાદ્રશ્ય અહેવાલ.. ભલે આવી નથી શકતી પણ વાંચીને આનંદ થયો.👍

    ReplyDelete
  11. ઇતિહાસ અને વાર્તા !!
    જબ્બર તુલના !


    વાંચવાની મજા આવી.

    ReplyDelete
  12. How To Play Free Baccarat - Fairbets Casino
    Baccarat is one of 샌즈카지노 the best table games of any casino game. It is a simple game that is easy to febcasino understand and can be played 메리트카지노 anytime, anywhere.

    ReplyDelete