Sunday 30 August 2015

ભુલાઈ ગયેલા શબ્દો

~~ ભુલાઈ  ગયેલા શબ્દો~~

અબોટિયું - એક જાતનું પહેરવાનું કપડું જે પૂજા અથવા રસોઈ ટાણે વપરાય છે.
ચેરંચેરા - બહુ બધી વખત થતા સુધારા
હવેજ - હલ્દી /વઘાર
ગિરાસ /ગરાસ - રખેવાળી માટે અપાયેલો જમીન /પૈસો .
ચૌટો - ફળિયા જેવું.
લગરીક - જરાક, થોડુંક


છેબાં - છિદ્ર


મોસૂજણું - એક બીજા એક બીજાનું મોઢું દેખી શકે તેવો સવાર સાંજનો વખત
હાટડી -નાની દુકાન
હટાણું - ખરીદી 
તહકુબ-મુલતવી, મોકૂફ

અવચઅધમ, હલકું, નીચ.

વાજણ -આકુળવ્યાકુળ,તોફાની.

ખંખોળિયું. -ઉતાવળે ફક્ત શરીર પર પાણી રેડી નહાવું તે.

વૌઠાઇ જવા શબ્દ ભીના કપડા સૂકવવા મૂક્યા હોય અને તે સાધારણ કોરા થાય ત્યારે મારી મા કહેતી કે 
કપડા લઇ લે . વૌઠાઇ ગયા હશે.“ શબ્દ ભરુચમા વધારે વપરાય છે. અમદાવાદમા નથી વપરાતો .

મેજ-ટેબલ
તાસક -પ્લેટ
દડો-બોલ
છીબુ -અર્ધ વાડકો
છાલિયું -ધાકન
શીકું -ઉંચે લટકતું ખાદ્ય પદાર્થ સાચવતું (માખણ) માટલું
પગરખા -ચપ્પલ
છાયાચિત્ર -ફોટા
પેટી -દીવાસળીનું બાક-
સ્વયમ સંચાલિત યંત્ર લીફ્ટ
સદરહુ - આગળ જણાવેલ
રેજો- કપડાનો કકડો
પોમલું- બીકણ
વાસર- દિવસ
ટપૂસ ટપૂસ- મંદગતિ થી અચકાતા અચકાતા ધીમે ધીમે ઘસડાતાં ઘસડાતાં ચાલવું


અખોવન - જેનો પતિ અને બધાં સંતાનો હયાત હોય એવી સ્ત્રી


અખિયાણું ( અક્ષણું ) -શુભ પ્રસંગના આરંભમાં ગોર વગેરેને અપાતી ચીજવસ્તુઓની ભેટ
 tray .....તાસક .
 
ટી કોસ્ટર .....તબકડી .
 કન્ત્રાટી -- કોન્ટ્રાક્ટર
 
ધારોડ -- બિન ઉપજાઉ

માણેકકોઠારી - શરદપૂનમ


ઠૂઠવો- શોક (ખાસ કરીને વિધવા થયેલ સ્ત્રીનું રૂદન)


પડો - ઢોલ લગ્ન પ્રસંગે પડો વગડાવવો


અટકાવ - માસિકસ્રાવ


મજૂસ - કલાકારી કરેલ પટારો
પેણી -પીત્તળની કઢાઇ કાનવાળી 
અવેર - સુવ્યવસ્થા, કરકસર, સાચવીને
અવ્યય = નિત્ય, બ્રહ્મ,શિવ
મીંજ= બીજ
માંડ = ગોઠવણ
નેતરું= દોરડું
મંછા = મનિષા
લવણ = લૂણ
નિઘંટુ =શબ્દકોષ



########################




1 comment :

  1. આમાં બે પ્રકાર પાડી શકાય. બોલચાલમાં વપરાતા અને લેખનમાં વપરાતા.

    ReplyDelete