Saturday 30 December 2017

અભિધા લક્ષણા અને વ્યંજના – વધુ સ્પષ્ટતા

અભિધા લક્ષણા અને વ્યંજના – વધુ સ્પષ્ટતા



અભિધા – પ્રાથમિક અર્થ.વાંચતા જે સમજાય એ.
લક્ષણા – લાક્ષણિક અર્થ - જેમકે “ ..અને એટલામાં સ્ટેશન આવી ગયું “—અહીં આપણે જાણીએ છીએ કે સ્ટેશન ક્યારેય ક્યાંય આવતું કે જતું નથી. પણ વાક્યનો ભાવાર્થ છે : ગાડી સ્ટેશને પહોંચી.—સુચિતાર્થ. અથવા “મગજ પર ભાર દઈ વિચાર્યું “ અહીં આપણે પ્રાથમિક અર્થ “ મગજ પર વજન મુકવું” ન જ લઈ શકીએ બલકે અહીં સૂચવાય છે કે મગજ કસ્યું. સ્મૃતિ સંકોરી, યાદ કરવાના પ્રયાસ કર્યા. અથવા તમે કહો કે “ રાજુ ગધેડો છે “ ત્યારે તમે એમ નથી જ કહેવા માંગતા કે “ રાજુ એવું પ્રાણી છે જે ગધેડા જેવું જણાય છે.” તમે તમારા મનમાં ગધેડાના જે કોઈ ગુણ કે દોષ છે તે રાજુમાં જોઈ આમ વિધાન કરો છો.અનિલ જોષીનું કાવ્ય છે “ અમે બરફના પંખી , ટહુકે ટહુકે પીગળ્યા “ – દેખીતું છે કે અહીં કવિ પોતે બરફમાં પરાવર્તિત થઇ ગયા છે એમ નથી જ કહેવા માંગતા, પણ ભાવનાતામ્ક સ્થિતિની વાત છે.
વ્યંજના - અભિધા અને લક્ષણા ઉપરાંત જે અર્થ સધાય છે તે. અમુક વાત કેવળ અભિધામાં હોય, અમુકમાં લક્ષણા દ્વારા કશુક સૂચવાય અને અમુકમાં વાક્ય કે રજૂઆત દ્વારા અભિધા અને લક્ષણા ઉપરાંત કશુક જુદું કહેવાય જે ક્યારેક શબ્દ પ્રધાન હોય અને ક્યારેક સંકેત પ્રધાન.
જેમકે “ મૈને પ્યાર કિયા “ ફિલ્મમાં બાપીકી અમીરી પ્રેમમાં આડે આવતા નાયક પ્રેમ ઘરબાર છોડી , પોતાના નામના વ્યવાસાય- ફેક્ટરી છોડી એક ટ્રક ડ્રાઈવરનું કામ કરે છે. એને મનાવવા એના પિતા આવે છે. એ બન્ને ચાની લારીએ બેસી વાતો કરે છે. બહુ જુજ સંવાદો છે. બાપ પ્રેમને ગાડીની ચાવી આપતાં કહે છે : “ ફિર એક બાર રેસ હો જાય..? “ સંદર્ભ છે વિદેશથી ભણીને પ્રેમ ભારત આવેલો ત્યારે એરપોર્ટથી ઘર સુધી બાપ – દીકરા વચ્ચે કારની રેસ. અહીં પિતા અભિધામાં કારની રેસ માટે કહે છે. અને લક્ષણામાં વિખવાદ વિસરી ફરી સંબંધને નવા છેડે શરુ કરવા સૂચવે છે. વ્યંજનામાં એ દીકરાને ફરી વળી આવવા કહે છે. હવે પ્રેમનો જવાબ જુઓ : “ રેસ તો હો સકતી હૈ પર અબ ચાભીયાં બદલ ગઈ હૈ “ કહી એ પોતાની ટ્રકની ચાવી બતાવે છે. એ બહુ રહસ્યમય નથી કે પ્રેમ એના પિતાને વ્યંજના માં જ જણાવે છે કે એ પોતાનો નિર્ણય નહીં બદલે – ટ્રક વિસરી [ હાલનું એનું સંબધો પ્રત્યેનું સ્ટેન્ડ વિસરી] ફરી માલેતુજાર પિતાના સંતાન તરીકેની દુનિયાનો હિસ્સો નહીં બને.
આમાં શીખવા સમજવાનું શું છે ? – તમને થશે કે આ તો બાળબોધ છે, બેઝીક છે. આટલું તો સમજાય જ ને..? હા દોસ્તો ખરું..આટલું તો આપણે સમજીએ જ છીએ. જે સમજવાનું છે તે આ :
ગુજરાતી વારતા એ લાંબી મજલ કાપી છે. ગાંધી યુગ પછી ઘટના પ્રધાન વારતાનો લીલો દુકાળ આવેલો. ત્યારે સુરેશ જોષીએ વારતાના વિષય અને પ્રસ્તુતિની એકવિધતા થી ત્રાસીને બંડખોર બની ઘટનાનું તિરોધાન કરતી વારતાઓ વિદેશી ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદિત પણ કરી અને પોતે મૌલિક કૃતિઓ પણ લખી. એ પ્રવાહમાં તત્કાલીન ઘણાં વારતા કારોએ ઘટના શૂન્ય વારતાઓ લખી. ગુજરાતી વારતાનો એ એક વિચિત્ર સંક્રમણ કાળ હતો જેમાં અત્યંત પારંપારિક અને અત્યંત દુર્બોધ [ અર્થ સમજવામાં અઘરી] વારતાઓ લખાતી હતી. લેખકોના જાણે બે ભાગ – બે છાવણી જેવું કૈંક થઇ ગયું હતું. ત્યાર બાદની પેઢીના લેખકોએ વળી સુરેશ જોષીના પ્રવાહને પડકારતી ઘટના સમેતની વારતાઓ લખવા માંડી. આ વારતાઓ ન પારંપારિક હતી ન મગજ હાંફી જાય તોય ન સમજાય એવી દુર્બોધ. બલકે એ વારતાઓમાં પરંપરાગત કથા વસ્તુ નવી શૈલીમાં હતી. અહીં વારતાની પ્રસ્તુતિમાં ધરખમ ફેરફાર હતો. અને આ ફેરફારનું મુખ્ય અંગ છે વ્યંજનામાં વારતા.
દરેક સમય કાળની વારતાઓની પોતીકી વિશિષ્ઠતાઓ અને મર્યાદાઓ રહી છે અને રહેશે જ. વારતા કળાના વિદ્યાર્થી તરીકે આપણે સાંપ્રત અને પરંપરાગત પ્રવાહથી અવગત હોવું ઘટે. ધૂમકેતુ અને પન્નાલાલ પટેલ પરંપરાગત શૈલીમાં પણ અદભુત નિશાન તાકતાં. પણ એમની વારતાઓમાં વ્યંજના નહોતી એવું નથી જ. સુરેશ જોષી યુગમાં પણ બન્ને પ્રકારનું કામ થયું જ અને હાલ પણ બન્ને પ્રકારનું ખેડાણ થઇ જ રહ્યું છે. આ વાત લક્ષમાં રાખી આપ સુંદરમ, ઉમાશંકર જોષી કે દ્વીરેફની વારતાઓ વાંચો—નવો રસ પ્રાપ્ત થશે.
ફરી મૂળ વાત પર આવું : વાત આપણી રસ ક્ષમતા વધારવાની છે. આપણે વારતા લખવા માંગીએ છીએ તો તે કામ કેમ બહેતર થાય એ આપણું લક્ષ હોવું ઘટે.વારતા કહેવું એ આપણું કામ હોય તો કહેવાની રીતો વિષે શક્ય એટલી સમજ કેળવવી રહી. “ આની શું જરૂર છે ? “ – મુદ્દાનો આ એક જ જવાબ છે. જરૂર ન જણાય તો વારતા પ્રદેશના નવા આયામ કેમ કરી ખેડશો..?
સાથે ખલીલ જીબ્રાનની એક નાનકડી વારતા મુકું છું. જે અભિધામાં સ્પષ્ટ છે જ પણ વ્યંજનામાં બહુ મોટું નિશાન તાકે છે. :
आकांक्षा
खलील जिब्रान
अनुवाद - बलराम अग्रवाल
तीन लोग एक शराबघर की मेज पर मिले। उनमें एक जुलाहा था, दूसरा बढ़ई और तीसरा खुदाई-मजदूर।
जुलाहा बोला, "लाइनन का एक खूबसूरत कफन मैंने आज सोने की दो मुहरों में बेचा। इसलिए आज की शराब मेरी ओर से रहेगी।"
"और मैं… " बढ़ई बोला, "मैंने आज अपना सबसे अच्छा ताबूत बेचा है। शराब के साथ भुना माँस मेरी ओर से रहेगा।"
"मैंने तो आज एक ही कब्र खोदी है।" खुदाई-मजदूर ने कहा, "लेकिन मालिक ने मुझे दूनी मजदूरी दी। शराब और भुने माँस के साथ मीठा केक मेरी ओर से।"
पूरी शाम वह मेज उन तीनों से घिरी रही। वे बार-बार शराब, भुना माँस और केक मँगाते रहे। पीने और खाने का उन्होंने पूरा मज़ा लिया।
शराबघर का मालिक आनन्दपूर्वक हाथों को मलता हुआ अपनी बीवी की ओर मुस्करा रहा था। उसके ये ग्राहक खुलकर पैसा खर्च कर रहे थे।
जब वे उठे, चन्द्रमा ऊपर चढ़ चुका था। गाते और शोर मचाते वे सड़क पर चलने लगे।
शराबघर का मालिक और उसकी बीवी दरवाज़े पर खड़े होकर दूर तक उन्हें निहारते रहे।
"अहा!" बीवी ने कहा, "ये लोग! इतने खुले हाथ वाले और इतने खुश! काश, ये रोज़ाना ऐसे ही यहाँ आते रहें! हमारे बेटे को तब हमारी तरह बदनतोड़ मेहनत करना और शराबघर चलाना नहीं पड़ेगा। हम उसे लिखा-पढ़ा सकेंगे। वह पादरी बन सकेगा।"
###############################
LikeShow more reactions
Comment
18 Comments
Comments
Solly Fitter વાર્તામાં અભિધા તો સમજાયું, પરંતુ વ્યંજના ન સમજાયું..
Manage
LikeShow more reactions
Reply1d
Amrutlal Spandan લખતી વખતે વ્યજના કુદરતી/ અનાયાસે મનમાં આવે છે કે પછી પ્રયત્ન કરવું પડે? (મેને પ્યાર કીયા ...ની વાત માં અનાયાસે છે.
Manage
LikeShow more reactions
Reply1d
Sanket વાહ. સાચું Raju Patel. વાર્તા સુપર્બ છે.
Manage
LikeShow more reactions
Reply1d
Ekta Nirav Doshi Raju તમે સમજવ્યું સુપેરે છે, હવે અમે એને કઈ રીતે ઉતારી શકીએ, એ જોવાનું રહ્યું.
Manage
LikeShow more reactions
Reply1d
Neel Murani વ્યંજના એટલે એ વાંચવું જે લખ્યું નથી... 
Manage
LikeShow more reactions
Reply1d
Neha Raval રાજુ પટેલ, આમાં મૃત્યુની વાતને પણ નજર અંદાજ ન જ કરી શકાય. એ પણ એક વ્યંજના હોઈ જ શકે. અને તમારા મતે કદાચ આ શિક્ષણ અર્થ વગરનું છે. બહોળા જન સમુદાય કે પછી એને સાર્વત્રિક વ્યંજનામાં કેમ ગણી શકાય? એને શિક્ષણ આપવાની વાત છે. અને પાદરી કદાચ એટલે કે દારૂના પીઠા...See More
Manage
LikeShow more reactions
Reply1d
Sahdev Shukla વ્યંજના કોઈ અકળ સ્ત્રી માફક ચકરાવે ચડાવે છે!!
Manage
LikeShow more reactions
Reply1d
Amin SunilGroup Admin ખૂબ સરસ રીતે સમજાવ્યું ,રાજુ.

ટેકનિકલી મેં થોડા શબ્દો ઘડ્યા. જેનો ફરક પણ પડ્યો અને સમજવામાં સરળતા પણ રહી.
...See More
Manage
LikeShow more reactions
Reply1d
LikeShow more reactions
Reply1d
Gajjar Chetan સમજૂતી સરસ. કન્સેપ્ટ ક્લીયર છે. હવે જોઇએ એને વાર્તામાં લાવી શકીએ કે નહી. ખલીલ જીબ્રાનની વાર્તા સરસ છે. અભિધાના સ્તરે તો એકદમ સ્ટ્રેઇટ ફોર્વર્ડ વાર્તા છે. વ્યંજના સ્તરે ...See More
Manage
LikeShow more reactions
Reply1d
Sahdev Shukla Raju Patel ચિત્ર અફલાતૂન. વાર્તાના અફાટ દરિયામાં વ્યંજનાની આછી ચિનગારી...
Manage
LikeShow more reactions
Reply23h
Kishore Patel અભિધા, લક્ષણા, વ્યંજના.
આ ત્રણેની વિભાવના સમજવા માટે ખલિલ જિબ્રાનની આ માઈક્રોફિક્શન વાર્તા એક ઉત્તમ ઉદાહરણ છે. આ વાર્તાના ચયન માટે રાજુ પટેલને અભિનંદન.
હવે જોઈએ મારી નજરે આ વાર્તામાં ત્રણ સ્તરે કેવું કામ થયું છે. 
...See More
Manage
LikeShow more reactions
Reply21h
Neha Raval મારી દીકરીને આ વાર્તા કહેતા એને અંદર બીજી જ વાર્તા દેખાઈ. મૃત્યુ પામનાર માટે કોઈએ કફન બનાવ્યું ને કોઇએ ખાડો ખોદ્યો. પણ દફન વિધિ માટે પાદરી તો જોઇશે ને..? હવે આને ખોટું તો કેમ કહેવાય?  એટલે વ્યંજના સાપેક્ષ હોઈ શકે.
Manage
LikeShow more reactions
Reply18h
Gaurav Rathore " જબરી સળી કરી,મનેતો કઈ ટપ્પો પડતો નથી "
આ વાક્ય અભિધા ,લક્ષણા કે વ્યંજના છે.? કોઈ કહેશે ?
Manage
LikeShow more reactions
Reply15h
Rajul BhanushaliGroup Admin ઉપર ઘણું બધું કહેવાઈ ગયું છે 

અહીં તે સિવાય પણ ઘણું છે.. જેમ કે -
...See More
Manage
LikeShow more reactions
Reply4h
Rajul BhanushaliGroup Admin સ્પેલિંગ મિસ્ટેક - ખાયેગા 'ક્યા' અનુસ્વાર નહિ આવે.
Manage
LikeShow more reactions
Reply4h
Kunjal Pradip Chhaya 3 var vanchine amuk mudda nondya chhe. Kharekhar ek vichar bij spasth thayo.
Manage
LikeShow more reactions
Reply2h

1 comment :