~~ વારતાલેખન શિબિર શ્રુંખલા અને આ બ્લોગ વિષે ~~
ગુજરાતી લેક્સિકોન અને
ભગવદ્ગોમંડળમાં વાર્તાલેખન શબ્દનો આ અર્થ આપેલો છે
વાર્તાલેખન: વાર્તા લખવી
તે....
એનો સહજ અને સરળ અર્થ
કરીએ તો કોઈ એક ઘટેલી કે પછી ન ઘટેલી ઘટના કે બીનાનું (આ)લેખન કે ચિત્રણ કરવું.. આ
ચિત્રણ કરતી વખતે એમાં કલ્પનાનાં રંગ ઉમેરવા, ભાવારોપણ કરવું અને એ દ્વારા સીધીસાદી ઘટનામાં રસ નિષ્પન્ન કરવો.
લેખક જ્યારે પોતાના લેખનમાં 'પોતાપણું' ઉમેરે છે ત્યારે જઈને એ આલેખાયેલી ઘટના વાર્તા
બને છે અને લેખકને એક પાયદાન ઉપર લઇ જાય છે,એને 'સર્જક' બનાવે છે!
![]() |
અહીં આપણે સહુ સાથે મળીને
આપણી અંદરનાં એ 'સર્જકપણાં'ને શોધવાનો આયામ આદરીશું.
મિત્રો, ટૂંકી
વાર્તા હોય કે લઘુકથા, અભિવ્યક્તિનું આ માધ્યમ અંધારી ગુફા જેવું છે. આ ગુફામાં ઘણાં રત્નો
વેરાયેલાં પડ્યાં છે. ગુફાને પાર કરવા એક નિશ્ચિત સમયમર્યાદા આપવામાં આવી હોય છે
અને એક છેડા થી બીજા છેડા સુધીનું આ અંતર આપણે એ નિશ્ચિત સમયમાં પાર કરવાનું હોય.
સાથે સાથે ગુફામાંથી રત્નો પણ શોધવાનાં હોય છે. એ માટે આપણને એક મશાલની જરૂરત
પડવાની. અહીં આપણે એ મશાલ બનાવતાં શીખીશું. એકબીજાનાં સહયોગથી! જ્ઞાનનાં વિનિયોગથી!
તમને 'બાર્ટર સિસ્ટમ' યાદ છે મિત્રો? અહીં
એ જ અપ્લાય કરવાની છે.
"જે મારી પાસે છે એ હું તને આપીશ અને તારી પાસે જે છે એ તું મને
આપજે."
આ વિનિયોગથી જે તત્વો
મળશે એ આપણું અચીવમેંટ. એ તત્વોમાંથી આપણે પોતપોતાની મશાલ બનાવવાની છે.. તત્વ
જેટલું ઉમદા હશે મશાલ એટલી જ ટકાઉ બનશે અને ભરપૂર અજવાળું આપશે. શરૂઆતી
પ્રયત્નોમાં એવું
બને કે કદાચ મશાલ બરાબર ન બને અને સરખી પ્રગટે
નહીં.... પણ આપણે ફરી, ફરીબનાવીશું.... સમય સાથે હથોટી આવતી જશે અને ક્રમશ: કામ સુધરતું
જશે. આ બ્લોગ, આ ફોરમ એ પ્રક્રિયા સતત ચાલતી રહે એ માટે ઇંધણ પૂરું પાડશે.
આવો, અહીંથી
'તણખો' લઈએ અને પોતાની મશાલ પ્રજવલ્લિત કરીએ...
વાર્તા એક અવાજ હોય તો આ
બ્લોગ કાન છે.....માઈક છે.... સ્પીકર છે.... હોંકારો છે.... અવાજનું ગતિમાપક યંત્ર
છે!
વાર્તા એક અવાજ હોય તો
એના સ્વર અને સૂર સંતુલિત કરવાની કાર્યશાળા અને એ કાર્યશાળાનું રજીસ્ટર છે આ
બ્લોગ!
No comments :
Post a Comment