~~ જોડણીના થોડાક ફેરફારથી થતાં અર્થભેદ ~~
--------------
અકસ્માત - દુર્ઘટના
અકસ્માત્ - એકાએક, ઓચિંતું
અફર - નિશ્ચિત 
અફળ - નિષ્ફળ
અસ્ત્ર  - છૂટું ફેંકવાનું હથિયાર 
શસ્ત્ર  - હાથમાં ઝાલીને વાપરવાનું  હથિયાર 
અહીં - આ સ્થળે, આ જગ્યાએ 
અહિ - સાપ
ઈનામ - બક્ષિસ,  ભેટ 
ઈમાન - પ્રામાણિકતા
ઉપહાર  - ભેટ, બક્ષિસ 
ઉપાહાર - અલ્પાહાર, નાસ્તો 
ઉરુ - વિશાળ 
ઊરુ - જાંઘ
ખચિત  - જડિત (જડેલું)
ખચીત - અવશ્ય, જરૂર                  
ગ્રહ - પૃથ્વી, શુક્ર વગેરે ( આકાશી પદાર્થો ) 
ગૃહ  - ઘર, સદન
દોશી - કાપડનો વહેપારી 
દોષી - અપરાધી, ગુનેગાર 
સારુ - માટે 
સારું -  સુંદર, સરસ
શરત - હોડ, સ્પર્ધા, કરાર
સરત  - ધ્યાન, નજર, સ્મૃતિ 
શીલા - ચારિત્ર્યવાન સ્ત્રી 
શિલા - પથ્થર
સાલ -  વર્ષ 
શાલ  - ઓઢવાનું ગરમ વસ્ત્ર, સાગનું ઝાડ
દ્વીપ  - બેટ 
દ્વિપ - હાથી 
નિધન  - મૃત્યુ 
નિર્ધન - ગરીબ 
 નીંદવું - નકામું ઘાસ કાઢવું
નિંદવું  - નિંદા કરવી, ટીકા કરવી
પરમાણુ  - નાનો અણુ
પરમાણું  - માપ, પુરાવો
પુરી  - નગરી 
પૂરી  - તળેલી ખાદ્ય વસ્તુ 
રાશિ - ઢગલો
રાશી - ખરાબ
લક્ષ્ય  - ધ્યેય, હેતુ
લક્ષ  -  લાખ, ધ્યાન 
કમર - કેડ, કટિ
કમળ  - એક ફૂલ 
કઠોર - દયા વગરનું
કઠોળ - દાળ પડે એવું અનાજ
કૂચ  - લશ્કરી ઢબની ચાલ 
કુચ  - સ્ત્રીની છાતી
કુજન - ખરાબ માણસ 
કૂજન - મધુર ગાન
કંસારિ - કંસના અરિ (દુશ્મન), શ્રીકૃષ્ણ
કંસારી -  કંસારાની પત્ની, એક જીવડું 
અનલ - અગ્નિ 
અનિલ - પવન 
ડિલ - શરીર 
દિલ - મન , હ્રદય 
પાણી - જળ, વારિ
 પાણિ - હાથ, હસ્ત
ચિર - લાંબું 
 ચીર - વસ્ત્ર 
No comments :
Post a Comment