Saturday 30 December 2017

વાર્તા શિબિર ૨ (અમદાવાદ) : સુનીલ અમીનનું વર્ઝન

અમદાવાદ વારતા  શિબિર (૨), સ્ક્રેપયાર્ડ - ૨૪ ડીસેમ્બર ૧૭ – સુનીલ અમીન  


તારીખ ૨૪-૧૨-૨૦૧૭ના રોજ, ફરી એકવાર ધમાકેદાર અને યાદગાર સંભારણું બની ગઈ, અમદાવાદ વાર્તા શિબિર-૨.
નિત્યક્રમ મુજબ જ સૂત્રધારનો કોલ આવ્યો ,ક્યાં છો ભાઈ હજુ,અને, ફરી એકવાર લેટ લતીફપણું ડોકાઈ રહ્યું મારા ધીમા પગલાંમાં. શિબિરમાં પ્રવેશતા વેંત જ, સૂત્રધારે ઉઘરાણી કરી, પ્રિન્ટ આઉટ લાવ્યા?એના વગર તો શિબિર કેમની આગળ ચાલશે!!,સૂત્રધારની વાતમાં દમ તો હતો જ,પણ,રવિવાર હતો એટલે બધું બંધ હતું, એવી દલીલ વ્યાજબી હતી છતાંય કૈક બોદી લાગી મને પોતાને જ.એટલામાં જ, આવેલ શિબિરાર્થીઓમાંથી, છાયાએ કોઈ એક સ્થળનું સૂચન કર્યું. ફાલ્ગુન અને પ્રિતેશને લઈને, કોલંબસની અદાથી સાઈબરકાફે શોધવા નીકળી પડ્યા.ત્રણ-ચાર સાઈબરકાફેના શટર ડાઉન જ હતા પણ, પ્રિન્ટ કઢાવીને જ પરત ફરવું એવો એક નીર્ધાર જ કરેલ."ફરતા એ જ ચરતા", ન્યાયે એક સાઈબરકાફે ખુલ્લું મળ્યું અને કામ થઈ ગયું.ફરી એકવાર,ડોક્યુમેન્ટ્સ ચેક કરી લીધા(ફરી ધરમ ધક્કો ના પડે એટલે). ફરી સ્ક્રેપયાર્ડ પહોંચ્યાં ત્યારે લગભગ અગિયાર અને ચોત્રીસ મિનિટ વીતી ચુકી હતી અને સૂત્રધારે પણ વધુ વિલંબ કર્યા વગર, શિબિરમાં શબ્દ પુષ્પો વેરવાનું  શુભ કાર્ય શરૂ કર્યું.
આ વખતે શિબિરમાં પાંચ નવા શિબિરાર્થીઓ જોડાયા હતા. ફાલ્ગુન, ચેતન ગજ્જર,પાર્થ શાહ,ફાલ્ગુની નર્મદા અને ગૌતમ રૂપે.

જ્યારે સિનિયર શિબિરાર્થી તરીકે, એકતા, છાયા, સંકેત,વિપુલ,પ્રિતેશ,દિપક,દિપક,વ્રજેશ,સુનિલ હતાં
હંમેશની જેમ વિરોધ પક્ષ તરીકે આશિષ કક્કડ હાજર જ.
અભિધા, લક્ષણા અને વ્યજના એટલે શું? એ મુદ્દે, સૂત્રધારે વિગતવાર, એક અનોખી રીતે સમજાવવાનો સુંદર  રસ્તો અપનાવ્યો.
ગરબા ગવડાવી ને:(મારા માટે નચાવીને)
સૂત્રધારે કોઈ એક ગરબો વગાડવા કહ્યું અને સૌ શિબિરાર્થીને એક રાઉન્ડમાં ગોઠવાઈ જવા કહ્યું અને મોબાઈલમાં વાગતા ગરબા સાથે જ સૌએ તાલબદ્ધ ગરબા ગાવા(નાચવાનું) શરૂ કર્યું. મેં ગુલ્લી મારી.ખેર! બધાને મન મુકીને આમ ખુદમાં રસ તરબોળ થતા હું જોઈ રહ્યો. વાહહ!! અદભૂત હતું એ..રાજુ અને સૌને આમ લયબદ્ધ ગરબા ગાતા જોવા.!!ક્લિકસ કરતા કરતા હું વિચારી રહ્યો.
ગરબાનો રાઉન્ડ પૂરો થયે સૂત્રધારે, અભિધા, લક્ષણા અને વ્યજનાની વ્યાખ્યા આપી એ નીચે મુજબ હતી.

અભિધા એટલે કે જે કહ્યું છે એ.
જ્યારે, લક્ષણા એટલે જે કહેવાથી ઈશારો થઈ રહ્યો છે એ.
જ્યારે વ્યજના એટલે આડકતરું વ્યંગ્ય નિષ્પન્ન થાય એ.
લેખક રાવજી પટેલની એક અધૂરી નવલકથાનું ઉદાહરણ આપીને સૂત્રધારે, અભિધા, લક્ષણા અને વ્યનજના ખૂબ સરળ રીતે સમજાવી દીધા.
વાર્તા મુજબ, એક ખેડૂતને ચાર દીકરા હોય છે,અને ખેતરના શેઢે વાવેલા તુવેરના છોડ પરની તુવેર ચકાસે છે અને નિરાશ થાય છે.સ્વગત: બબડે છે કે, એકેય દાણામાં ભલીવાર નથી.
અહીં,
અભિધા એટલે કે વાક્યનો સીધો અર્થ: તુવેરનો પાક સારો થયો નથી.
લક્ષણા કે જે કહેવાયું છે એ કશુંક સૂચિત કરે છે. વાક્ય કશુંક કહે છે ,ઈશારો આપે છે.
જ્યારે વ્યનજના, તુવેરના એકેય દાણામાં ક્સ નથી એવો વાક્યપ્રયોગ વાપરીને ,ખેડૂતના દીકરાઓને આડકતરી રીતે ઉલેખ્યાં છે.આમ, સરળ રીતે, અભિધા, લક્ષણા અને વ્યંજના સમજાઈ ગયું, આટલું સરળ રીતે સમજાવવા બદલ સૂત્રધારનો ખૂબ આભાર.
 થોડીક વાતો આ જ મુદ્દે, મેરા દાઘીસ્તાન નામે એક પુસ્તકમાંથી, "કિતાબે ભી બહાદુર હોતી હૈ" ઉપક્રમે, પુસ્તક હશે તો જ્ઞાન અને જ્ઞાન હશે તો માહિતી અને માહિતી હશે તો એનો શસ્ત્ર તરીકે ઉપિયોગ કરીને બહાદુરી નિષ્પન્ન કરી શકાય,મુદ્દો પણ ખૂબીથી સમજાવ્યો  અને બધાને ગળે ઉતરી પણ ગયો.બસ, શીરાની જેમ.
એક અન્ય લેખક સ્પેનીશ વારતાકાર ફરનાન્દો સોરેન્તિનોની કૃતિ ‘ એક માણસને મારા માથા ઉપર છત્રી મારવાની કુટેવ છે “ [ જેનો અનુવાદ બાબુ સુથારે કર્યો છે  મમતા મેગેઝીનના નવેમ્બર ૨૦૧૧ના અંકમાં ] નું પણ વાંચન અને એના પર ચર્ચા થઈ.સંકેતે આ કૃતિ વાંચી પછી રાજુએ કૃતિ પઠન પૂર્ણ કર્યું.
જેમાં પોતાનું જ સબકોન્સિયસ માઈન્ડ કેવી રીતે ખુદને પરેશાન કરે છે અને એનાથી ભાગવું હોય તો પણ ભાગી શકાતું નથી, ન તો મારી શકાય છે. કદાચ એ જ, જીવવાનું સબળ કારણ પણ રહ્યું હોય છે, એવો લગભગ સુર ચેતને કાઢ્યો જેના સાથે સૂત્રધાર 80 % સહમત પણ થયા.:)
લગભગ અઢી વાગ્યે, પેટ પૂજાની ફરમાઈશ થઈ,ત્રીસેક મિનિટનો એ ગાળો પણ વિવિધ શિબિરાર્થી માટે આંતરિક વાતચિતનો ઓટલો બન્યો.જાણે નાસ્તામાં ઓછું પણ વાર્તા ચર્ચામાં સૌ ઓતપ્રોત હોય એમ.!!
 એક પછી એક, જ્ઞાનના પડળો ખુલી રહ્યા હતા,અરે! આતો પહેલા આમ વાંચેલ પણ આવી રીતે સમજેલ નહીં, એવી લાગણી, ક્ષણે ક્ષણે સૌ અનુભવી રહયા.

થોડીવાર પછી પન્નાલાલ પટેલની કૃતિ, "વાત્રકને કાંઠે" પર ચર્ચા થઈ, આ ચર્ચા અતિ અદભુત હતી.ત્યાં હાજર રહેનાર સૌ કોઈ એ અનુભવી રહ્યા.
વારતા  રે વારતામાં એક વખત, આ કૃતિ પર જ બીજો ભાગ લખવાનું ટાસ્ક આપવામાં આવેલ એવી વાત થઈ અને ટાસ્કકર્તાઓએ લગભગ અસામાન્ય કહી શકાય એવી કૃતિઓનું સર્જન કર્યું,એ વાત પણ બહુજ ખૂબીથી રજૂ કરવામાં આવી અને એ નવ નિર્મિત વાર્તાઓમાંથી જ અભિધા, વ્યજના અને લક્ષણા, સૂત્રધારે અતિ સરળતાથી સમજાવ્યા કે હૈયે ઉતરી ગયા.
 જેમાં કુસુમ નામે એક ટાસ્કકર્તાએ,
એમની સર્જિત કૃતિમાં, "બંનેએ આમ અલગ અલગ રસ્તે આ રીતે જોઈ માસાની અનુભવી ઉંમરે તુક્કો કર્યો. અહીં ઉંમરે તુક્કો કર્યો એ એક સૂચિતાર્થ હતો એક લક્ષણા. કેટલું સરળ સમજાવ્યું સૂત્રધારે!!
આવા તો અનેક ઉદાહરણોનો રસાસ્વાદ બધા શિબિરાર્થી લઈ રહયા.
અને અચાનક... એક યુવાન ત્યાં આવી ચઢ્યો. આવતા જ તીર કેફયું, "રાજુ પટેલ કોણ છે?"
રાજુ એ કહ્યું કે હું પોતે.


એટલે એ યુવાને પરિચય આપ્યો કે ,આઈબીમાંથી આવું છું અને આપ અપના અડ્ડાના એડમીન છો અને મોદી વિશે એલફેલ લખો છો માટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશને રાજુને પૂછપરછ માટે લઈ જવાના છે .બોલો!!?
પાછા રાજુ ય અમને એવી હૈયા ધારણ આપતા કે દસ મિનિટમાં મારો કોલ ના આવે તો આપ એક્શન લેજો.
ઘણા સભ્યોએ વોરન્ટ માગ્યું. પણ એ યુવાન નામે કર્તવ્યના પ્રભાવમાં બધા આવી ગયા.
થોડા મિત્રોએ પીછો પકડ્યો.
પણ બંને, પળવારમાં ગાયબ.!!
રાજુને કોલ કર્યા, રાજુ તો ઉઠાવે નહીં.
પણ એટલામાં જ રાજુનો કોલ આવ્યો કે છોડી મુકયો મને,!!
 થોડીવાર માટે શિબિરનો માહોલ ખૂબ તણાવભર્યો અને છેલ્લે રાહતભર્યો રહ્યો.
અમ નિર્દોષ શિબિરાર્થીઓ સાથે આવુ  પ્રચંડ ટાસ્ક કરાવશે, એ આંચકાજનક હતું.🤔
 અને એ સાથે જ, આશિષની એન્ટ્રી થઈ, અને પછી ચાલી વણથંભી જોરદાર ચર્ચાઓની વણજાર...
આ લાઈવ ટાસ્ક હતો. જે એ સમજાવવામાં મદદરૂપ થયો કે, આપણે હમેશાં એક "સલામત વિસ્તાર"માં જ વાર્તાઓનું ખેડાણ કરીયે છીએ, અકથ્ય અને વણખેડાયેલ વિષય પર ઓછું ધ્યાન આપાય છે.સાઉથની ફિલ્મોની વાત થઈ, વાર્તાઓમાં પ્લોટ કે પાત્ર રૂપે ઓછા આવતા મુદ્દા, પોલિટિક્સ અને પોલીસ જેવા વાસ્તવિક મુદ્દાઓ પર લખાણ થવું હોઈએ.એવો પણ એક મુદ્દો ઉભર્યો.અને એ સાથે જ ફરી એકવાર રાજુ એ,એવો ટાસ્ક આપ્યો જેમાં થોડીક મિનિટ્સમાં એવી વાર્તા રચવાની હતી,જેમાં કોઈ સારો પ્રસંગ હોય ને પોલીસ આવી ચઢે, અચાનક અને અણધારી રીતે.!!
 શિબિરાર્થીઓ ખુશી ખુશી વાર્તા રચવામાં મચી પડ્યા અને વાર્તાઓ રચાઈ પણ ખરી!.

મારી વાર્તામાં હંમેશની જેમ ઊંધું વેતરાઇ ગયું, જ્યારે પ્રિતેશની વાર્તા પર આહહ વાહહ થઈ રહ્યું.દિપક, અમીન, ફાલ્ગુની, ગૌતમ ,સંકેત,ફાલ્ગુન,દિપક પાટીલ,વિપુલ,પાર્થ,એકતા,છાયા સૌએ પોતપોતાની કૃતિ વાંચી અને રાજુ અને આશિષ બંનેએ યોગ્ય સુઝાવ આપ્યા જે વાર્તા રચનાકાર માટે અતિ નિર્ણાયક ટીપ રહી.બસ એમ જ લાગ્યું કે આજની વાર્તા શિબિર ખરેખર ખૂબ અનોખી રહી , જ્ઞાન મેળવવા બદલ અને કશુંક નવું અને અનોખું પ્રાપ્ત કરવા બદલ.
સાંજે પાંચનો સમય નિર્ધારિત હતો એ ક્યારે વધીને સાડા છ એ વાહયો ગયો, સૌ એટલા ઓતપ્રોત થઈ રહ્યા કે બસ, ખબર જ ન પડી.
 દિલ ઇચ્છતું હતું કે, હજુ બે ચાર કલાક ચાલે આ શિબિર....
પણ, સમય રોકી રહ્યો.
અંતે, બધા જ દોસ્તો, દિમાગમાં  નવા જ વિચારનું ભાથું લઈને હસતા હૈયે,પોત પોતાના ગંતવ્ય સ્થાને પ્રયાણ કરાઈ રહ્યા.

[ સુત્રધારની નોંધ : શિબિરમાં લાઈવ ટાસ્ક હેઠળ લખાયેલી કૃતિ જે સુધારા વાધારા કરવા યોગ્ય લાગે તે કરી આપણા ફેસબુક ગ્રુપમાં પોસ્ટ કરવા વિનંતી ]


#######



5 comments :

  1. અમીન, થોડું હજુ વિસ્તૃત જોઈએ. અહેવાલ વાંચીને પણ અભિધા અને વ્યંજના આવડી જવા જોઈએ. ઉદાહરણો કેમ નથી આપ્યા? છ કલાક ચાલેલી શિબિરનો અહેવાલ તો દસ જ મીનીટમાં વંચાઈ ગયો. બાકીના પાંચ કલાક પચાસ મિનીટ નો હિસાબ....? હ્હાહાહા...તમે શીખ્યા અને એ પણ મજા કરતા કરતા એ જ અગત્યનું છે. મજા છે, ત્યાં સુધીજ બધું છે. લખતા રહો.

    ReplyDelete
  2. પોલીશ વાળું અદભૂત લાગ્યો...

    ReplyDelete
  3. સરસ અહેવાલ સુનિલ.

    ReplyDelete
  4. Oho shibir maa adakatari rite hu hajar hati ! Ahemdavad haji ghanu pamavanu che ..live task ek nanu gatakazdu .... haji ghana anchaka malava na baki che rajuna advitara dimag ma su su samai shake eni kalpana karavi mushkel nahi na mumkin che

    ReplyDelete
  5. મજાની શિબિર...સરસ અહેવાલ.

    ReplyDelete