Monday 21 September 2015

હરખાવા ની વાત -- સુત્રધારની વાત

હરખાવા ની વાત : 
‘મમતા’ વારતા માસિકના સપાદક મધુભાઈ એ કહ્યું કે ‘ મમતા ‘ માટે કૈક મોકલો. આપણી શિબિર વિષે મધુભાઈ અવગત છે. મેં કહ્યું કે વારતા શિબિરાર્થીઓની અમુક વારતાઓ સારી છે... એમણે કહ્યું મોકલી આપો. મેં પાંચ વારતા મોકલી અને સદભાગ્યે એમને પાંચે પાંચ ગમી,ચાર એમણે તાજા અંકમાં છાપી. એક વારતા નાટિકાના ફોર્મમાં હતી તે વારતાના ફોર્મમાં ઢાળવા કહ્યું એટલે એ રહી ગઈ કદાચ આવતા અંકમાં છપાશે.
મીના, યામિની , રાજુલ અને રાહુલ --- ચારે મિત્રોને ખુબ ખુબ અભિનંદન...!!
અહીં અને પોત પોતાના વોલ પર મોટા ભાગના મિત્રો એ આ વાત શેર કરી જ છે. છંતા હું અહીં શા માટે આ વાત મૂકી રહ્યો છું..?
કેમ કે શેર કરનાર એક પણ મિત્ર એ શિબિરના ચાર મિત્રોની વારતા એક સાથે પ્રકાશિત થઇ એવી ખુશી વ્યક્ત નથી કરી ...!! સહુ એ પોત પોતાની વારતા વિષે વાત કહી છે...
ખેર. મને લાગ્યું કે આ સાગમટે હરખાવાની વાત છે – એટલે----
શિબિરાર્થી તરીકે ફૂલાઉં છું...
ફરી સહુને અભિનંદન અને મધુભાઈનો આભાર.

રાજુ.

#####
Like   Comment   
  • You, Meena TrivediParag GyaniKusum Patel and 33 others like this.
  • Comments
  • Chaitali Jogi Congrats to all 🍫🍫
  • Rohit Shah Bavrikalam સહુને અભિનંદન
  • Nandini Shah Congratulations ...
  • Rajul Bhanushali મેં સૌથી પહેલી એ જ વાત કહી હતી વોટ્સએપ ગૃપમાં!
  • Rahul Patel smile emoticon
  • Preeti Jariwala સૌથી વધારે અભિનંદન શિબિરાર્થીને. અહીં આ post મૂકવાનો એમનો હેતુ the best. 4 th paraમાંથી આપણે બધાંએ શીખવા જેવી વાત .
  • Raju Patel [ હરખાવાની વાત , ભાગ ૨ smile emoticon

    બધી જ વારતા સાદ્યંત રસદાર છે. બિન પારંપારિક છે. નવી વાત લઇ આવે છે અને દરેક ની પ્રસ્તુતિ માં અનોખા પણું છે. 


    મીનાની વારતા માં એક આક્રોશ છે, કટાક્ષ છે, એક ધમકી છે, હજારો વર્ષ જૂની વેદનાની વાત છે અને તમાચા જેવી હરકત છે.પણ ખૂબી મને એ વાત ની લાગે છે કે એ ક્યાય ઉપદેશાત્મક નથી. બોરિંગ નથી અને પ્રેડીકટેબલ તો બિલકુલ નથી.

    ગઈ બેઠક માં આ વારતા પર ચર્ચા થઇ હતી ત્યારે અતિથી લેખક નીલેશે ટીકા કરી હતી કે બધું ખુલી જાય છે – કશુક અધ્યાહાર રહેવું ઘટે ... 

    રાજુલે અહેવાલ માં આ મુદ્દે સ્પષ્ટતાની અપેક્ષા વ્યક્ત પણ કરી હતી કે આ વિષય ‘ ખોલ્યા વિના ‘ કઈ રીતે મૂકી શકાય..!! 

    પ્રથમ નિલેશની ટીકા નો જવાબ આપું : હા , કદાચ ઘણું બધું અધ્યાહાર રાખી શકાયું હોત અને તેમ છતાં કૃતિ રસપ્રદ અને સંતોષકારક બની શકી હોત. પણ એ એક અન્ય આવૃત્તિ થઇ આ કથાવસ્તુની.. એ આવૃત્તિ જે નિલેશને અપેક્ષિત છે. અને મીનાને જે અભિપ્રેત છે એ આ છે. 

    રાજુલની પૃછાનો જવાબ : આ વારતાની શરૂઆત અગોચર બનાવની ટુકડાઓમાં માહિતી અપાતા થઇ શકી હોત .. જે ના એક તબક્કે માણસો દેડકા માં પરાવર્તિત થઇ રહ્યા છે એવા તારતમ્ય પર પહોંચી શકાય. કોણ આમ કરે છે અને શા માટે આમ કરે છે અને કેવી રીતે કરે છે એ અડધું પડધુ ખોલી અને બાકી ગોસીપ અને અફવાઓમાં છાંટી ને મૂકી શકાયું હોત . મંત્ર પૂર્ણત: રજુ જ ન કરાય. અને આ બધું શું થઇ રહ્યું છે કોણ કરે છે અને ક્યારે અટકશે એવી દહેશતમાં છેલ્લે નાનામો વ્હોટસ અપ ફરતો થાય જે હાલ વારતાનું અંતિમ વાક્ય છે : -- પુરુષો જોગ : આ જાણ્યા બાદ દેડકા બનવાનું ટાળજો ... પરીકથા ઉલટાઈ રહી છે.

    ^^^ હું સમજ્યો છું ત્યાં સુધી આવું કશુક નીલેશના સુઝાવનું અર્થઘટન થઇ શકે. 

    મારી રાય : હા , એ પણ સરસ વર્ઝન બને. પણ હાલનું વર્ઝન મને જુદી રીતે અસરકારક અને પ્રસ્તુત લાગે છે. હાલ એક સાદગી અને એક સરળ પ્રહારનું સ્વરૂપ છે. જે કથાવસ્તુ ની ઓડવેલ્યુ ને કારણે વર્ક કરે જ છે જ. 

    મીનાનો અભિપ્રાય જાણવું રસપ્રદ રહેશે.

    [ભાગ ૨ નો પહેલો ભાગ પૂરો ]

    ########
  • Raju Patel [ હરખાવાની વાત ભાગ ૨ નો બીજો ભાગ ]

    યામિનીની વારતા એક સુખદ આશ્ચર્ય છે. ગુજરાતીમાં થ્રીલર...!! 
    ...See More
  • Raju Patel [ હરખાવાની વાત ભાગ ૨ નો ત્રીજો ભાગ ]

    રાહુલની વારતા ખાલી જગ્યા એ ખુબ સ્પેસ ભરી નાખી...
    ...See More
  • Rahul Patel Fari abhar Raju Patel .. Tak apva badal ane varta par amulya abhipray apva badal..
  • Raju Patel [ હરખાવાની વાત ભાગ ૨ નો ચોથો ભાગ ] 

    રાજુલ ની ‘સાથ’ વારતા એક કવિ ની વારતા છે.
    ...See More
  • Parag Gyani આ પ્રસંગ આવતી શિબિરમાં ઉજવીએ , ફટાકડા ફોડીને નહિ, ગુજરાતી stylema ..ચાય ને ભજીયા ખઈને smile emoticon
  • Yamini Patel ચોક્કસ.
  • Rajul Bhanushali એ સાચું કે આ ચારે વાર્તા ઓ શિબિર પહેલાની લખાયેલી છે.. પણ શિબિરે અને આ ગૃપ એ જે નવો દષ્ટિકોણ આપ્યો છે, જે નવી સમજ આપી છે કૃતિને મુલવવાની (પોતાની /બીજા સર્જકોની) એ આપોઆપ સીખતા કેળવતાં તો ઘણો સમય લાગી જાત! અત્યાર સુધી મેં જે આપ્યું એ કદાચ સારું અને એમાંન...See More
  • Rajul Bhanushali ઉત્તમ કૃતિઓને શ્રેષ્ઠ વારતા બનાવામાં, કયાંક ને કયાંક ઘણી કચાશ છે.. એ જ પામવાનું છે હજુ અને મને લાગે છે કે આપણે સાચા માર્ગ પર છીએ..!
  • Meena Trivedi વારતા રે વારતા ફોરમના સૂત્રધાર તેમજ મિત્રોને અભિનંદને હું તેમજ ાન્ય મિત્રો પણ ફોરમને કારણે લખવા પ્રેરિત થયા હશે અને હજુ નવતર લખશે..
  • Gunvant Vaidya Abhinandan
  • Rekha Shukla Abhinandan
  • Neha Raval congratulations.......to all writers smile emoticon
  • Raju Nagar સહુ મિત્રોને અભિનંદન
  • Preeti Jariwala આ post વાંચ્યા પછી બધી વાર્તાઓ ફરીથી વાંચી..વાર્તા વાંચવાની નવી દ્રષ્ટિ મળી.આભાર.
  • Preeti Jariwala Raju Patel વાર્તાઓ વાંચી મિત્રોનો અભિપ્રાય જાણવાની ઉત્સુકતા બતાવી છે.અહીં વાત કરવી છે crime story B.M.ની.
    1.નક્સલવાદીઓ ઉત્તરભારત નહીં.પૂર્વ ભારતમાં છે.
    2.કોઇ પણ હોટલમાં આઇડી પ્રૂફ અને ફોટો અનિવાર્ય છે .26 th April ના recordમાંથી મેનેજર અને પોલિસને બ
    ...See More
  • Raju Patel ^^^ Good Points --
  • Bhavisha Rupesh Gokani congratulations to all
  • Yamini Patel મારી વાર્તા બી. એમ. આટલાં ધ્યાનથી વાંચી, એમાં આટલો રસ લઈ ઝીણવટ પૂર્વકના અભિપ્રાય લખવા માટે મારે પ્રીતિને અભિનંદન આપવા જોઈએ અને એ માટે હું એની આભારી છું. પણ જે અભિપ્રાય આવ્યા છે એ બાબતે મને થોડી ચોખવટ કરવી જોઈએ એમ લાગે છે. આ વાર્તા એક સત્ય ઘટના પર આધા...See More
  • Preeti Jariwala યામિની મને એમ કે આ ક્રાઇમ સ્ટોરીનો પ્લોટ મૌલિક છે. ઓલરેડી છાપામાં આવી ગયેલી ઘટના માટે રીસર્ચને બહુ અવકાશ નથી રહેતો..
  • Meena Trivedi ્પ્રીતિ, વાર્તામાં સ્થળ સમયની રજૂઆત લેખક કાલ્પનિક રાખી શકે. એને વાસ્તવ સાથે કનેક્શન હોવું જરાય ાવશ્યક નથી.. દાદરમાં જેમ હિંદુ કોલોની છે એમ કેથોલિક કોલોની પણ છે.
  • Yamini Patel હા સાચી વાત મીના. કેથોલિક કોલોની દાદરમાં છે.
  • Raju Patel Preeti Jariwala : 

    1.નક્સલવાદીઓ ઉત્તરભારત નહીં.પૂર્વ ભારતમાં છે.
    ...See More
  • Preeti Jariwala રાજુ, મીના અને યામિની સાથે સહમત.
  • Bini Purohit વાહ....... મિત્રોને અભિનંદન
  • Purvi Trivedi Congratulations to all 4 , I dont hv mamta magazine, can u please post full stories here in gp?
  • Yamini Patel purvi trivedi: those stories have already been posted here individually by all writers.
  • Jigna Shah Abhinandan..all 4
  • Yamini Patel Aabhar.
  • Purvi Trivedi Bahu aagal sudhi joyi gayi pan aa charey vaartani post nathi malti, jo shakya hoy to please repost karsho?
  • Raju Patel Purvi Trivedi :https://www.facebook.com/groups/867978816558573/permalink/951509448205509/
    Rahul Pateltovarta re varta
    ''mamata'' na aa ank ma aveli mari tunki varta ''khali jagya'' abhar raju patel.... ખાલી જગ્યા (ટૂંકી વાર્તા) રાહુલ કે.પટેલ
    આજે એ આવવાનો હતો. વિઠ્ઠલનો દી...
    See More
  • Raju Patel Purvi Trivedi :https://www.facebook.com/groups/867978816558573/permalink/948248068531647/
    Rajul Bhanushalitovarta re varta
    આપણી ફોરમનાં એક્ટિવ સદસ્ય શ્રી મીના ત્રિવેદીની વાર્તા 'કાઉન્ટ ડાઉન' જેનું છેલ્લી બેઠકમાં પઠન થયેલું અને ચર્ચા થયેલી. આમંત્રિત લેખક શ્રી નિલેશ રૂપાપરાએ પણ પોતાનો...
    See More
  • Raju Patel Purvi Trivedi : ...See More
                                                                                          બી.એમ. 

    મુંબઈમાં દાદર વિસ્તારમાં આવેલ  ક્રિશ્ચિયન કૉલોનીમાં લાઇનસર બધા બેઠા ઘાટના બંગલા હતાં. બે બાજુ આવેલા બંગલાની લાઈન વચ્ચે એક રસ્તો હતો અને રસ્તાની બન્ને બાજુ સળંગ ઉગાડેલા હતા ગુલમોરના ઝાડ. બપોરનો સમય હતો. રસ્તો સુમસામ હતો. મે મહિ...
    Continue Reading
  • Raju Patel Purvi Trivedi : ચોથીવારતા રાજુલની છે... જે એમના ટાઈમલાઈન/ વોલ પર આસાનીથી મળી જશે.
  • Purvi Trivedi Badhij vaarta khub j saras, meenaben navin vishay , adbhut lakhan, ghani stree aavu kaik thay em vicharti hashe , tame ene kagalpar utaari.
  • Neha Raval maatra yaaminiben ni varta vanchvani baki che. e kya thi vanchva malse...? please reply.
  • Rajul Bhanushali ઉપર રાજુએ link આપી છે commentma Neha..
  • Neha Raval maatra e ekaj link nathi open thai rahi. baakini to badhij vanchai gayi chhe.
  • Yamini Patel maarathi to khule che. evu hashe ke neha mara friendlistma nahi etale?
  • Yamini Patel નેહા મેં તને મોકલી છે રીક્વેસ્ટ. એક્સેપ્ટ કરશે તો વાંચી શકાશે. અને અભિપ્રાય પણ આપજો.
  • રાજેશ પટેલ ખુબ ખુબ અભિનંદન સૌ સર્જકોને !! મમતા એ વાર્તા માટે સરસ પ્લેટફોર્મ છે !

No comments :

Post a Comment