Monday 21 September 2015

અમીરી ~~ ગુણવંત વૈદ્યની લઘુકથા અને તેનાં પરથી બનેલી શોર્ટ ફિલ્મ..

ફોરમનાં સદસ્ય શ્રી ગુણવંત વૈધ-- જેમને પ્રેમથી સૌ 'દાદુ' કહે છે.. એમની એક લઘુકથા પરથી શોર્ટ ફિલ્મ બની.જેને જુન ૨૦૧૫ માં ગુજરાત ઇન્ટરનેશનલ short ફિલ્મ ફેસ્ટીવલમાં 'બેસ્ટ કોન્સેપ્ટ' નો એવોર્ડ પણ મળ્યો હતો.

આ વિષે દાદુની વાત--



દોસ્તો,
'અમીરી' શીર્ષક હેઠળ મારી કલમે લખાયેલી એક વાર્તા ઉપરથી 'બડી સોચ' નામે મેં એક હિન્દીમાં શોર્ટ ફિલ્મ બનાવી હતી જેને જુન ૨૦૧૫ માં ગુજરાત ઇન્ટરનેશનલ short ફિલ્મ ફેસ્ટીવલમાં 'બેસ્ટ કોન્સેપ્ટ' નો એવોર્ડ પણ મળ્યો હતો. એ ફિલ્મ આપ અહીં જોઈ શકશો. આ ફિલ્મનું દિગ્દર્શન મારા મિત્ર રાજુ કોટકે કર્યું હતું.
રાજુ પટેલની મંજુરી મળતા આ ફિલ્મ અહી મુકું છું.
એક ખાસ વિનંતી કે આ ફિલ્મ વિશેની ટીપ્પણી યુ ટ્યુબ ઉપર પણ જરૂર કરશો અને આપના મિત્ર વર્તુળમાં પણ યુ ટ્યુબની આ લીન્કનો બહોળો વિસ્તાર કરશો તો ગમશે.
ગુણવંત વૈદ્ય.
Dear friends,
I recently produced a short film 'Badi Soch' based on one of my stories. This film was awarded by Gujarat International short Film festival in the 'Best Concept' category. The film was directed by my friend Rajubhai Kotak.
The film can be seen here.
Gunvant Vaidya.


~~ અમીરી ~~ 

ઝમકુએ ગોબર અને માટીની લીંપેલી ૬ બાય ૬ ની હવેલીમાં જમીન ઉપર ઘાસ પાથરી તેની ઉપર કંતાનના કોથળામાંથી છાપાંઓ કાઢી અને પાથરીને તેની પથારી બનાવી. પછી ઝટઝટ ખાલી થયેલા તે કોથળામાં કડકડતી પોષી ટાઢમાં થરથર ધ્રુજતા પાંચ વરસના રામલાને ઢબુઢાંકણ કરી જ દીધો. પછી પોતે પણ વહેલી વહેલી બીજા  કોથળામાં કાયા સંકેલતી કુક્ડું વળી, રામલાની બાજુમાં જ ભરાઈ .... 
ઠંડા પવનના સુસવાટા ઝુંપડીની અંદર અને બહાર લગભગ સમાન વેગે પકડાપકડી રમતા હતા.  
રામલો વિચારે ચડ્યો હતો.  
'આટલી બધી ટાઢમાં ગરીબો કેવી રીતે રહેતા હશે?' 
વિચારો ગોઠવવા મથતો રામલો બબડતો હતો. 
'હું પણ કાલથી જ કોથળો લઇને જઈશ'. 
'છાપા ભેગા કરીશ તો જ એમને આપીશને...? પથારી માટે ..... નહી તો ઠંડીમાં ....તેઓ ....' 
એ વિચારે રામલાની આંખો અંધારામાં પણ  ચમકી જ ગઈ.  
પછી તો એ વિચાર પાકકો ગોઠવાઈ જ જતાં રામલો તરત ઘસઘસાટ ઊંઘી ગયો.  

નાનકડી દીવીએ એક ડૂસકું સાંભળ્યું.......... 
ઝુપડીમાં ઉછરતી અમીરીની જનેતાનું  ....... 

- ગુણવંત વૈદ્ય  

એક ટૂંકી વાર્તા પરથી ફિલ્મ બને એ નાનીસુની વાત નથી... દાદુને વાર્તા-રે-વાર્તા ટીમ તરફથી અઢળક અભિનંદન..

A Short Film in Hindi with English subtitles. Written and Produced by Gunvant Vaidya, based on one of his short stories, about a young boy who finds inspirat...
YOUTU.BE
Like   Comment   

No comments :

Post a Comment