Wednesday 27 January 2016

વારતા રે વારતા ફોરમની બીજી શિબિર સુરતમાં

વારતા રે વારતા ફોરમની બીજી શિબિર સુરતમાં (૧૭ જાન્યુઆરી ૨૦૧૬)

આ વખતની શિબિરમાં જૂના સભ્યોની ગેરહાજરી ઉડીને  આંખે વળગી. જયારે બીજા ઘણા નવા ચહેરાઓનો પરિચય થયો.
હિતેશ શ્રોફ, રક્ષા બારૈયા, સ્વીટી જરીવાલા, વીરેન્દ્ર બુધેલીયા, રાહુલ પટેલ, અને જિજ્ઞાસા સોલંકી, જેવા જૂના સભ્યોએ હાજરી આપી તો જીગ્નેશ ધોલા,ગુણવંત વૈદ્ય(દાદુ), ઉમેશ ભટ્ટ, અનુશ્રી સરૈયા, સ્વાતી સરૈયા, બ્રિજેશ પંચાલ, જીગર ફરીદાવાલા, ધર્મેશ વેકરીયા, ઋષિત પટેલ, જય દિક્ષિત, રમણ જરીવાલા અને નાલ્લાદરું, જેવા નવા સભ્યોનો ઉમેરો થયો. 

આમ કુલ ૧૭ સભ્યો શિબિરમાં જોડાયા. કેટલાક સભ્યોએ બીલીમોરા, બરોડા અને ભૂજથી પણ  શિબિરમાં હાજરી આપી. તો એક સરપ્રાઈઝ સૌ માટે રહી ૪૨ વર્ષથી U.K. માં રહેનાર શ્રી ગુણવંત વૈદ્યની, જેઓ ખૂબ સારા અનુભવી લેખક છે અને ફેસબુક પર “દાદુ”ના હુલામણા નામે ઓળખાય છે. 
ગુણવંત વૈદ્ય સાથે રક્ષા બારેય્યા

તેઓ એક મહિના માટે  ભારત આવ્યા હતા એ દરમિયાન આ ટાસ્ક એટેન્ડ કરવાની તેમની તીવ્ર ઈચ્છા હતી. તેમના અનુભવીલેખનનો લાભ સૌ શિબીરારથીઓને મળ્યો.
શિબિરનું આયોજન હિતેશ શ્રોફને ત્યાં કરવામાં આવ્યું હતું. ગરમાગરમ “સુરતી લોચો” ની મઝા સૌ એ લીધી. અને ટાસ્કની શરૂઆત થઇ સૌના પરિચય થી. અંતે સૂત્રધાર રાજુ પટેલે પોતાનો પરિચય આપતા કહ્યું :
મને વારતા લેખનમાં રસ છે.  વારતા લખતી વખતે જે મથામણમાંથી, જે મૂંઝામણમાંથી પસાર થવું પડે તેનો હું સાક્ષી રહ્યો છું. મારી વ્યક્તિગત કમનસીબી એ હતી, જે આપણા  બધાની પણ કહી શકાય કે વારતા માટે કોઈ માર્ગદર્શક આપણને મળતો નથી. ગઝલને શીખવનારા ઘણા છે. કેમકે એને એક ચોક્કસ ફોરમેટ  છે, અમુક છંદ, રદીફ, કાફિયા વગેરે. આ એટલું બધું ચોક્કસ છે, કે એ શીખવાડી પણ શકાય અને શીખી પણ શકાય, એનો એક અભ્યાસક્રમ પણ બનાવી શકાય, વારતા અને કવિતા તો મનમાં  ઊગે, વારતા લખતા તો કઈ રીતે શીખવી શકાય? એ શીખવી ન શકાય તો શું આપણે એ શીખવાનો પ્રયત્ન જ ન કરવો? વારતા લખવાનું કદાચ શીખવી ન શકાય, પણ શીખી તો શકાય. આ બંને અલગ અલગ  વસ્તુ છે.મારો આ ઉદ્દેશ છે,  મને હંમેશા એવું લાગતું હતું કે આના વિષે ચર્ચા થવી જોઈએ, આ કેવી રીતે થાય છે? કેવી રીતે લખાય છે? આપણે એવી  એવી વારતાઓ સાંભળવી જોઈએ. આ માટે અમે મુંબઈ માં સાવ અચાનક જ શિબિરનું આયોજન કર્યું, મને ખબર નહોતી કે કેવો પ્રતિસાદ મળશે. બધું ટ્રાયલ એન્ડ એરર પર ચાલતું હતું.  બિલકુલ અંદાજ ન હતો કે એક વર્ષ પણ ચાલશે, ધીરે ધીરે સારો પ્રતિસાદ મળવા લાગ્યો. અને આ ફેબ્રુઆરીમાં એક વર્ષ થઈ જશે, ૧૦ જેટલી શિબિર થઇ ગઈ. એટલે એવું કશુક છે જે આપણે શીખી શકીએ. આ શિબિર હું જ ચલાવું છું, એવા ભ્રમમાં જરાય રહેશો નહિ, અહીં આપણે બધા જ શિક્ષક અને આપણે બધા જ વિદ્યાર્થી.
ટાસ્કની બીજી સરપ્રાઈઝ રહ્યા યામિની પટેલ, 
યામિની પટેલ સાથે હિતેશ શ્રોફ્ફ 

મુંબઈ સ્થિત ફોરમના એક્ટીવ સભ્ય. સામાજિક કારણોસર સુરત આવવાનું થયું હતું તો ટાસ્કની એક ઊડતી મુલાકાત લીધી.વાર્તા વિષે પોતાનો અભિપ્રાય જણાવ્યો અને સૌ સુરતીમિત્રો સાથે સ્નેહમિલન થયા નો આનંદ અનુભવ્યો.
હવે શરુ થઇ વાત ગૃહકાર્ય માટે આપેલા ટાસ્કની. પ્રથમ ટાસ્ક  જે તાજેતરમાં રીલીઝ થયેલી હિન્દી ફિલ્મ “તમાશા” પરથી પ્રેરિત હતી, એ વિષય પરથી એક વારતા લખવાની હતી  વેલ, થયું  એવું કે કોઈએ ટાસ્ક કર્યો નહિ ફક્ત બે વ્યક્તિઓએ  સ્વીટી જરીવાલા અને બ્રિજેશ પંચાલે જ કર્યો હતો. રાજુ એ નિરાશ થઇ કહ્યું કે આવું કેમ ચાલે?! તમે ટાસ્કને સીરીયસલી લો. હું કોઈ એવો આગ્રહ નથી રાખતો કે તમારે એ કમ્પલસરી કરવાનો જ છે, જો તમને કોઈ ટાસ્ક અપીલ ન કરે તો ન લખો એ જુદી વાત છે, પરંતુ એવું ન કરાય કે, “આ તો મનના તરંગો છે, આવે તો આવે, નહિ તો નહિ.” જો એવું હોય તો આપણે અત્યારે કાગળ અને પેન લઇને ન બેઠા હોત. એટલે મનને કેળવવાનું છે.
સૂત્રધારે કડક શબ્દોમાં કહ્યું કે આ વખતે ચલાવી લઉં છું પરંતુ હવે પછીના ટાસ્કમાં શિસ્ત  પાળવી પડશે. માર્ક ટ્વેન નામના લેખકે કહ્યું છે કે, “રાઈટીંગ એ કશું નથી, ખુરશીના પગ સાથે આપણા પગની પેર બનાવવાની  છે.” You have to sit and write. ગુલઝાર આ ઉંમરે પણ ૨ કલાક રોજ લખે છે, એમનો નિયમ છે નિયમિત લેખનનો. મહત્વનું નથી કે તમે શું લખો છો. કંઈ પણ લખો. ડાયરી લખો, બાજુમાં કોઈ ગમી ગયું હોય તો એ લખો, કોઈ પણ સ્વાનુભવ લખો. પણ રોજ લખો.એટલે તમને ખ્યાલ આવશે કે, મને તો સેલો પેનથી જ લખવાનું ફાવે, મને ફૂલસ્કેપમાં જ ફાવે, મને પથ્થરના ટેબલ પર જ ફાવે,મને સવારે જ ફાવે કે સાંજે જ ફાવે. તમે કેરમ રમો છો ત્યારે પહેલીવાર  સ્ટ્રાઈકર થી સ્ટ્રોક લગાવો છો અને પચાસમી વખતે લાગો તો એ બે સ્ટ્રોક ચોક્કસ ફરક જણાશે. પચાસમી વખત નો સ્ટ્રોક ચોક્કસ દિશામાં તમારી મરજી મુજબ જ ગતિ કરશે. So  we have to be familiar with our writing skills.
કેટલાક નવા સભ્યોને ટાસ્કની ખબર જ નહોતી, તો કેટલાકે શરૂઆત તો કરી પરંતુ અડધી લખી માંડીવાળી, સ્વીટી જરીવાલા વાર્તાનો અંત લખી શકયા નહિ.  બ્રિજેશ પંચાલે ટાસ્કની વારતાનું સુંદર પઠન કર્યું, ત્યારબાદ તેનું પોસ્ટમોર્ટમ  કરવામાં આવ્યું. સૌએ પોતાનો અભિપ્રાય આપ્યો.વાર્તા નક્કી કરેલા ફોરમેટ પ્રમાણે બિલકુલ યોગ્ય હતી, રસપ્રદ હતી. બીજો ટાસ્ક હતો વાર્તાલેખન એટલે શું?
કેટલાક સભ્યોએ પોતાની મૌલિક વ્યાખ્યા રજૂ  કરી. સૂત્રધાર રાજુ પટેલે કહ્યું, આ ટાસ્ક આપવા પાછળ મારો ઉદ્દેશ એ જ કે તમે સૌ તમારી દ્રષ્ટિથી જુઓ. તમને પણ ખ્યાલ આવે કે તમે એને કઈ રીતે જુઓ છો. આપણે  સૌ હાથીની વારતાથી  પરિચિત છીએ, હાથી વિષે કેટલા જુદા જુદા ઓપીનીયન છે, કોઈને એની પૂંછડી દોરડા જેવી લાગે છે, તો કોઈને પગ થાંભલા જેવા લાગે છે વગેરે. એવી જ રીતે તમારી દ્રષ્ટિ થી વારતા શું છે? એ જનો. How you deal with this particular category of the art? 
 શ્રી ગુણવંત વૈદ્યે પોતાની સુંદર વારતા “સંબંધ”નું પઠન કર્યું અને સૌ સભ્યોએ પોતાનો અભિપ્રાય આપ્યો, ત્યારે દાદુએ કહ્યું, આપણે વધારે પડતું પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવીએ છીએ, એ અપેક્ષાઓ રાખો તો અમુક પ્રાપ્ત થાય છે. Which is a constructive way.  એ સાંભળીને રાજૂએ કહ્યું કે આમાં એક વ્યક્તિગત અને એક અજીબ સાઈકોલોજી  કામ કરતી હોય છે એવો મારો ઓપિનિયન છે જે  હું તમારી સાથે શેર કરવા માંગુ છું.વારતા ઉપર જયારે પ્રતિક્રિયા આપવામાં  આવે અને અપેક્ષા રાખવામાં આવે ત્યારે ખરેખર એ અપેક્ષા દરેક વ્યક્તિ પોતાની પાસે રાખતો હોય છે. જેમકે, આપણે પર્સનલ લેવલ પર, સોશિયલ લેવલ પર કે ગોસીપ લેવલ પર ટોકા કરીએ.આ વ્યક્તિએ આમ કરવું જોઈએ કે તે વ્યક્તિએ  તેમ વર્તવું જોઈએ,એમાં જે  સાઈકોલોજી કામ કરતી હોય છે એ અપેક્ષા તમે તમારી પાસેથી જ રાખો છો. હું જયારે તમને તમારા પિતાજી સાથે ગેરવર્તન કરતા જોઉં છું, ત્યારે મિરર ઈમેજની જેમ મારા સબ્કોન્સીયસમાં આવે કે મારે મારા પિતા જોડે કેવું વર્તન કરવું જોઈએ. આ બધા સબ્કોન્સીયસ ના ખેલ છે, આપણને બહુ પાછળથી સમજાય છે કે ક્યારેય સમજાતું જ નથી. અને વારતામાં પણ એ હોવું  જોઈએ એ જરૂરી પણ છે.તમે બધા ગુણવંતભાઈ પાસે જે અપેક્ષા રાખતા હતા તે કૈક આવું છે કે ,” કિસકે લિયે કોઈ રોતા હૈ એ દોસ્ત , હરકીસીકો અપનેઆપ પે રોના આયા.”
 ટાસ્કની વચ્ચે આવનાર રમણ પટેલે પોતાનો પરીચય આપતા કહ્યું કે તેઓએ પોતાની રીટાયર લાઈફ ગુજરાતી સાહિત્યને સમર્પિત કરી છે. તેઓ કસ્તૂરી નામનું મેગેઝીન ૬ વર્ષથી  અંગત ખર્ચે પુબ્લીશ કરે છે. જેમાં જાણીતા ગુજરાતી લેખકોની વાર્તા  પસંદ કરી લેવામાં આવે છે. ત્યારબાદ ટી- બ્રેક થયો. સમોસા  અને જલેબી માટે સૌ સભ્યો હિતેશનો ખૂબ ખૂબ આભાર માને છે. અને ફરી બીજીવાર આવો લ્હાવો આપને આપવા આતૂર છે.
હવે અંતે વાત રસપ્રદ અને રોમાંચક ટાસ્ક ની.
ટી- બ્રેક પૂરો થયા બાદ રાજુએ પૂછ્યું, તમે બધાએ ચા પીધી? તમારી ચા માં મેં ઝેર ભેળવ્યું છે. હવે પછીની ૩૦ મિનિટમાં તમારા સૌનું મૃત્યુ થશે. ટાસ્ક એ છે કે એક ગંદા વિલન તરીકે  મેં એ છૂટ આપી  છે કે કોઈ પણ એક જ વ્યક્તિને ઉદ્દેશીને તમે એક જ પત્ર લખી શકો. 

પત્ર લખવાની ટાઇમ લિમીટ ૨૦ મિનીટ આપવામાં આવી. સૌ સભ્યોએ પોતાનો પત્ર વાંચ્યો,  જેને અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા, જેમકે, A, B, P, Q, R, T.  આ કોઈ ગ્રેડ નહોતા તેનો ઉદ્દેશ વાતચીતમાં સરળતા રહે એ પુરતો જ હતો. પત્રોનું પોસ્ટમોર્ટમ  રાજૂ પટેલના શબ્દોમાં,
“મારી કેટલીક વાતો તમને હાર્શ લાગશે, અપમાનજનક લાગશે, તો લાગવા દો.You  have to go through this. We are here for creative writing. બધું સારું સારું જ હોય, સુશ્તુ સુશ્તુ જ હોય એવું નથી. તમારે કડવા બોલ પણ સહેવા પડશે. આપણે બહુ સારું લખીએ છીએ એવા ભ્રમમાં રહીશું તો જયારે બજારમાં જઈશું ત્યારે કોઈ કડવું કેહશે એ સહન કરી શકીશું નહિ.તો અહિયાં જ પ્રેક્ટીસ કરી લઈએ કડવા તીર ખાવાની”.
મેજોરીટી સભ્યોનો  A કેટેગરીમાં સમાવેશ થયો. રાજુએ કહ્યું કે તમે સૌ આ ટાસ્કમાં હોરીબલી ફેઈલ થયા છો. નવોદિત લેખકોને બહુ આસાની વળગી જાય એ રોગથી તમે પીડાઓ છો. એ પીડ છે સારપનો રોગ. You are not suppose to be a very good, goody goody  person. You are a  writer and writers are not preachers. આ બોરિંગ વાતો તમે પૂજાખંડ માટે રાખો. તમારા દીકરા- દીકરીને ઉપદેશ આપવા માટે રાખો. આ સાહિત્ય છે. સાહિત્ય નો અર્થ વહેવાર ઉપદેશ નથી, નીતિ ઉપદેશ નથી. કલાનું એક પોતાનું વિધાન હોય છે. “Be different, be sharp, be unexpected, be effective be dramatic but never ever become boring.”  જયારે બાકીના પત્રો કોઈક રીતે એકબીજાથી અલગ હતા. એમાં જીગર ફરીદાવાલા નો પત્ર ટાસ્ક એચીવમેન્ટ રહ્યો અને લેટર ઓફ ધ ટાસ્ક  રહ્યો રાહુલ પટેલનો. આ તમામ પત્રો બ્લોગ પર મૂકવામાં આવશે.
અંતે  રાજૂએ કહ્યું કે આપણે એક સારા લેખક બનવાનું છે. જે લખીએ એ સારી રીતે લખીએ નહીકે સારું સારું લખીએ. હૃદયથી લખો, તમને સાચું લાગે એ લખો.                                                               
--જિજ્ઞાસા સોલંકી.





No comments :

Post a Comment