Sunday 18 March 2018

વારતા શિબિર ૪ (અમદાવાદ) : છાયા ઉપાધ્યાયનું વર્ઝન


અમદાવાદ વારતા શિબિર- : ૨૫ ફેબ્રુઆરી ૧૮, સ્ક્રેપયાર્ડ, પાલડી.- [છાયા ઉપાધ્યાય]

                                           

પોણા બારે હું સ્ક્રેપ યાર્ડ પહોંચી ત્યારે રાજુ,એક્તા,સંકેત અને પાર્થ દરવાજે ઊભા ઊભા ચર્ચા કરી રહ્યા હતા. મારી હાજરી પુરાતા શિબિર શરુ કરવા જેટલું કોરમ થયાનું જાહેર કરી અમે અંદર તરફ ગયા. આજે મૂળ જગ્યાએ નાટકની પ્રેક્ટિસ ચાલતી હોવાથી અમે બીજી તરફના પૅસેજમાં ગોઠવાયા. હજી ચેતનની રાહ જોવાની હતી. એટલે શ્રીદેવીના ફૅશન પાર્થે શ્રી વિશે વાત કરવાનું સુચન કર્યું. તે દુઃખદ ઘટના અંગે લાગણીઓ વહાવતા વાત 'હમ દિલ દે ચુકે સનમ' અને 'બેગાલ નાઈટ્સ' ફિલ્મો તરફ ગઈ. મેં કહ્યું કે બે પ્રેમીનો સાંસ્કૃતિક તફાવત તેમના નજરિયામાં કેવો પ્રગટે છે ! બંનેએ લખ્યું. મૈત્રેયી દેવીએ 'ન હન્યતે' અને મિર્ચાએ ' બૅન્ગાલ નાઈટ્સ '. એક જ ઘટનાનો ભારતીય સ્ત્રૈણ અને પશ્ચિમી પૌરુષી દ્રષ્ટિકોણ કેવો ભિન્ન. રાજુએ પટ્ટ ઉમેર્યું,”આ વિગત પરથી તમને નવલકથા લખવાનો વિચાર ના આવે?” આવે. પણ, એક ,બે સાડા ત્રણ જેવું મન.

                                             



મધુ 'ગગનવાલા'એ કેટલાક સમય પહેલાંરંગુન' ફિલ્મ વિશે લખ્યું હતું. તેમણે કથાનક અને કંગનાની અદાકારીના વખાણ કર્યા પછી લખ્યું કે  સ્ક્રિપ્ટ નબળી હોવાથી એ બધું વેડફાઈ ગયું. મારી રજુઆત હતી કે આ બાબત લઈ સ્ક્રિપ્ટ વિશે વાત કરીએ. મને લાગતું હતું કે સ્ક્રિપ્ટની બારીકીઓ વાર્તાકળા સમજવામાં કામ લાગે.
જવાબમાં 'પૅચ આદમ', કે. ભાગ્યરાજની 'રાસો કુટ્ટી', 'સીતા ગોઝ બ્લુ','સ્ટ્રેન્જર ધૅન ફિક્શન' ફિલ્મોના નામ સાથે ફિલ્મ એઝ અ સ્ટોરી ટૅલીગ શરું થયું. રાજુ ઉવાચમહાન ડાયરેક્ટર્સ એટલા કૉન્ફિડૅન્ટ હોય કે પહેલા જ દ્રશ્યમાં સૂર કહી દે.” મણિરત્નમને ક્વૉટ ,”ફિલ્મના બે ભાગ હોય છે : ફર્સ્ટ સીન ઍન્ડ રેસ્ટોરન્ટ ઑવ ધ મુવી.’ કરી કહ્યું કે આ રીતે ય ફિલ્મ જોવી જોઈએ. અગાઉ થયેલી વાત ફરી આવી કેઆયાસકરવાનો તો છે જ, બસ તે દેખાવો ના જોઈએ.” મેઘાણીના શબ્દોમાં, “સૃષ્ટિનુ હોવાપણું અલ્લાહની હયાતી.”
રાજુએ આજની શિબિરનો વિષય જાહેર કર્યો: વાર્તા ક્યાંથી મળે? જો કે, વિષયાસક્તિને અવગણવાની શિબિરાર્થીઓની સામાજીક વૃત્તિને કારણે કદાચ, અમારું વિષયાંતર એટલું બધું રહ્યું કે મૂળ વિષય અટેન્ડ ના થયો. પણ, વિષય જાહેર કર્યા પછી તરત વાત ઉપડી કે પ્રેરણા અને સ્ફૂરણા વગેરે 'ઉલ્લુ બનાવીગ' સ્કિમ છે. રાજુએ પોતાના યજમાનને ત્યાં સવાર સવારમાં વાંચીને આવેલ સમાચારના હવાલેથી હિન્દીમાં ૩૦૦ પૉકેટ બુક લખનાર સુરેન્દ્ર મોહન પાઠકની વાત કરી. સરેરાશ અઢી મહિને ૨૫૦/૩૦૦ પાનાની નવલકથા લખનાર પાઠકની કોઈ સામાજિક સુધારણા કે સાંસ્કૃતિક સેવાની ઈચ્છા નથી. અને ૩૦૦ નવલકથા પછી આવુ કહેવા જેટલા તેઓ સ્પષ્ટ અને સાફ છે.આ તબક્કે મને વીલ દૂરા યાદ આવ્યાં જેમને લાગ્યું કે “હું નહીં લખું તો બીજું કોણ લખશે!” પોતાની લોકપ્રિય સિરીઝ- ધ સ્ટોરી ઑફ સિવીલાઈઝેશન-ના આગામી લખાણ માટે વીલ દૂરા ભારત આવ્યા, એ નાનકડી યાત્રા દરમ્યાન આ મેધાવી વ્યક્તિએ  જે અનુભવ્યુ; પોતાના હાથ પરના કામને તત્ પુરતું ધ સ્ટોરી ઑફ સિવીલાઈઝેશન લખવાનું બાજુ પર મૂકી તેમણે 'અ કેઈસ ફૉર ઈન્ડિયા' લખ્યું. રાજુએ કહ્યું કે ' હું નહીં તો બીજું કોણ?' એ અભિમાન નથી હોતું આવા સંજોગોમાં. તે 'હું'ને ખબર હોય છે કે કાં તો બીજા કરશે નહીં અને કરશે તો મારા અનુભવ અને અનુભૂતિના સ્તરનું નહીં હોય! લખવાના આવા વિરોધાભાસી લાગતાં કારણોની વાતો કરતાં કરતાં રાજુએ રાજેન્દ્રસિંહ બેદીને ટાંક્યા : બેદીને ટાંક્યા : જ્યાં સુધી કોઈએ કાગળ પર લખ્યું નથી ત્યાં સુધી તે પોતાને શૅક્સપિયર માની શકે છે. પણ જેવું લખાણ કાગળ પર ઉતરે લખનાર ને પોતાની કુવત સમજાઈ જાય છે. જો ન સમજાય તો તેના મિત્રો તેને સમજાવી દે કે તે કઈ કક્ષાનો લેખક છે ..પણ જો મિત્રો પણ આડીબાજી પર ઉતરી આવે તો તેઓ  લખાણ વિષે કશું ટીકાતમ્ક ન કહે.. પછી  ભગવાન જ એનો ધણી.”  આ તબક્કે શિબિરાર્થીઓને પોતાની વાર્તા પરની ટિપ્પણી યાદ આવે અને પોતાને ભગવાન ભરોસે ના છોડનારા ટિપ્પણીકાર દોસ્ત યાદ આવે તે સ્વાભાવિક હતું.
આ ચર્ચા પછી રાજુએ ગત ટાસ્કની વાર્તાઓ ઉપર શિબિરાર્થીઓને પોતાની ટિપ્પણી આપી.‌દરમ્યાન અમે પરાગ જ્ઞાની, કિશોર પટેલ, તુમુલ, નેહાને ભાવથી યાદ કર્યા.
દરમ્યાન વડાપાઉં-સૅન્ડવિચ વિરામની તજવીજ ચાલી અને ગુજરાતીઓની આદત પ્રમાણે અમે ડાયટ-હૅલ્થ-વિપશ્યનાને ચકડોળે થોડી વારમાં જઈ આવ્યા.

                                                   

“ભુખને હું સ્વાદના ઉદિપક તરીકે વાપરું છું.”સોક્રેટીસના એ ક્વૉટ સાથે રાજુએ ઉમેર્યું,”વી આર ઈન કુકિગ બિઝનેસ, નૉટ ઈન ટેસ્ટિગ.” એટલે આપણે કળાના જે કોઈ સ્વરુપને જોઈએ, અકરાતિયાની જેમ એની કુકિગ રીત શિખવા જોવું. શાહરૂખે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે 'મને બાળકો અને વાંદરા પાસેથી અભિનયની પ્રેરણા મળે છે.” આ તબક્કે મેં કહ્યું કે નબળી કૃતિ જોઈ શું ના કરાય એ ય ખબર પડે.
કળાનું વ્યાકરણ શિખવાની વાત છેડતા રાજુએ 'ગૉડ ફાધર' અને 'વિરાસત' ફિલ્મોના ઉદાહરણ આપ્યાં. બન્ને ફિલ્મ વચ્ચેની સમાનતા ટાંકી 'વિરાસત'ને કૉપી ના કહી શકાય કેમકે, નિયમો સૂચવતા રાજુએ કહ્યું કે ૧) અન્ડરસ્ટૅન્ડ ધ ગ્રામર. ૨)યુઝ ધ ગ્રામર. -ઈટ્સ નૉટ અ કૉપી.
દરમ્યાન , ડેવિલ્સ ઍડવોકેટ આશિષ કક્કડ જોડાયા. તેમણે એક મિત્રની વાત કરી. મિત્રપુત્ર દસમામાં હતો અને લેખક બનવા ઇચ્છતો હતો. મોટા મનના મિત્રને એમ કે દિકરાને જે કરવું હોય તે કરવામાં ટેકો કરવો. એટલે તેઓ આશિષ પાસે આવ્યા હતા. મિત્રને લાગતું હતું કે દિકરો ઠીકઠીક સારું લખે છે.આશિષે સલાહ આપી કે દિકરાને ક્રાફ્ટ તો આવડે છે,પણ અનુભવ લેવો રહ્યો. એટલા માટે તેણે જીવન સાથે થોડો સમય વહેવું અને પછી લખવું. જો કે, આવા કેટલાક વૉટ ફટકારી આશિષ થોડા જ સમયમાં જતા રહ્યા.
                                                   

સંવાદ લખવાની વાત છેડાઈ ત્યારે રાજુએ કહ્યું કે તેને જૉકની જેમ ટ્રીટમેન્ટ કરો.(ટીવી સીરીઝ  ‘બૅની હિલ') અહીં, મન્ટોની એક ઘટના રાજુ-આશિષે સાઝા કરી: કોઈ ટીકાકારે કહ્યું કે મન્ટોની વાર્તાઓમાં અંતની ચમત્કૃતિ સિવાય બીજું શું હોય છે! મન્ટોએ કહ્યું, “તુ અંત આપ, હું વાર્તા લખું.”અને એણે એટલી જ અફલાતૂન વાર્તા લખી—એ વારતા “આંખે”,.
દરમ્યાન, શિબિરમાં દક્ષા દવે જોડાયા. જેમના પતિ સાથે
આ વખતે લાઈવ ટાસ્ક આ ક્રમમાં હતું:
૧) તમારી જમણી તરફની વ્યક્તિને વાર્તાના ત્રણે વિકલ્પ આપો.(સમય:૭મિનિટજે લંબાવીને ૧૦ થયો.)
૨) ત્રણમાંથી એક વિકલ્પને પ્રમુખ બનાવો.
અમે સંબંધિત વ્યક્તિ સાથેના અમારા પરિચયની સાક્ષીએ વિષય પસંદ કર્યા જેને રાજુએ 'અનઍક્પેક્ટેડ શું આમાં?' કહી વિદ્યા. તે પછી તેમણે સ્વયં પોતે અપેક્ષિત વર્તન કરતાં કહ્યું:
૩) આ વિકલ્પ પર પંદર મિનિટમાં વાર્તા લખો.
તે લખી. વિષય ઘડતી વખતે કેટલાકે નિબંધ જેવા શિર્ષક આપ્યા હતા અને જે ત્યાં જ ટિપાયા હતા.લખ્યા પછી વાર્તા પ્રસ્તુતિમાં ય ‘ભૂલ થાય-સુધાર' ઉપક્રમ ચાલું રહ્યો. અમુક કથાનક એવાં આવ્યાં જેમાં જીવનના અનુભવ અથવા સંવેદનાની ખોટ જણાતી હતી. જેમ કે, અભણ વ્યક્તિ બિચારો ભોળો/અણઆવડતવાળો હોય, રસોડામાં સ્ત્રી... 
                                             

લગભગ પોણા છ એ બધાનું ધ્યાન સમય અંગે દોરાયું. ફરી એક વાર ચા પી સો છુટા પડ્યા.
######################
                                        



No comments :

Post a Comment