Thursday 27 February 2020

વારતા શિબિર - ૯ (અમદાવાદ) - રેના સુથાર

વારતા રે વારતા
*******************
તારીખ : 23 ફેબ્રુઆરી 2020
સ્થળ : સ્ક્રેપયાર્ડ
શહેર : અમદાવાદ

મુદ્દો ૧)  
મારી કમજોર યાદશક્તિની પરિક્ષા થઈ જ્યારે રાજુએ ૧૦ વાર્તાના નામ લખવાના કહ્યા. મને ખુદને 'તારા ઉપર લાનત છે રેના'  એવું કહેવાનું મન થયું. એટલે મેં હવે ગાંઠ બાંધી કે જ્યારે પણ હું કોઈ પણ વાર્તા વાંચીશ તો મારી અંગત ડાયરીમાં લેખકના  નામ સાથે ટપકાવિશ અને વાર્તા સ્પર્શી જશે તો બે વાક્ય વધુ લખીશ.

રાજુની શિખામણ -  "૫૦ વાર્તાઓ વાંચો જ. ભલે  પછી વાહિયાત લેખકની જ કેમ ના હોય."
"ગુજરાતી સિવાયની ભાષાઓ, અનુવાદિત વાર્તાઓ વાંચો, વાંચો ને વાંચો.
એટલે આ એક મહત્વનું   ભાથું શિબિરમાંથી હું લઈ આવી.

મુદ્દો ૨)   

રાજુના બે પ્રશ્ન બહુ જ સરસ અને મહત્વના હતાં. તમે આખા મપાઈ જાઓ લેખક તરીકે એવા પ્રશ્ન.
૧) વાર્તા વાંચો છો? કેમ?
૨) વાર્તા કેમ લખો છો?
સામાન્ય લાગતાં આ પ્રશ્ન ખરેખર અસામાન્ય ત્યારે લાગ્યા જ્યારે સૌના પ્રશ્નોના જવાબ સામે રાજુએ પ્રશ્ન ઉઠાવીને વધુ મુંઝવણમાં  મૂક્યા. અહીં મને નવા એડમીશન તન્વી અને જ્યોતિની  રાજુએ ક્લાસ લઈ લીધી એવું લાગ્યું. જો આ બે નાની બાળકીઓને પાંચમા છઠ્ઠા નંબરે ઊભા કર્યા હોત તો  કદાચ જવાબ જુદા મળતાં.  જે રીતે રાજુ અમને નવોદિતોને પૂછતા હતા, ખોટું નહી બોલું હું ડરી ગઈ બે મિનિટ. પણ મારા જવાબ માટે હું sure હતી એટલે જેવી ઊભી થઈ કે ડર ભાગી ગયો.

હજી એક કારણ વાર્તા લખવા માટે  આપવાનું ભૂલી ગઈ એ  બહુ મહત્વનું કે સ્ત્રી સશક્તકરણની વાર્તાઓ લખતાં લખતાં મારામાં આત્મવિશ્વાસ એટલો વધી ગયો છે કે હું હવે ઘરમાં ફેમિલીમાં ક્યાંય પણ આત્મવિશ્વાસ સાથે મારો મુદ્દો /પક્ષ રજૂ કરું છું.

મુદ્દો 3) 

રાજુ વગર ઓળખાણ આપે મને ઓળખી ગયા અને  જેવા મેં ઓનલાઇન ઓળખ્યા એવા જ નીકળ્યા. નિસ્વાર્થ સેવાભાવ, સાલસ, સરળ, કચરો પોતે જ ઉઠાવી લેતા હતા. શિબિરના સૂત્રધારના  સર્વોચ્ચ ગુણ.

મુદ્દો ૪) 

મહત્વનો ડબ્બા પાર્ટી સંદર્ભ સૂચન મુંબઈકર માટે (કેમકે બાકી ઘણું બધું લખાઈ ગયું નાસ્તા બાબતે, પચી પણ ગયું) 
સભ્યો ખપ પૂરતો  જ નાસ્તો  લાવે. બહુ જ નાસ્તો વધે તે પણ નહિ સારું. આમાં મને લાગે છે એકતાને નુકસાન પડ્યું. ૩૦ ઉપર સભ્યો એ નામ નોધાવ્યા હોય એકતા ૪૦ કચોરી લાવેલી અને સભ્યો આવ્યા ૨૦. 

- સાંભા કિતની કચોરિયા થી?
- ઠાકુર ૪૦
- ઔર આદમી (સભ્યો સમજવા) સિર્ફ ૨૦ બડી નાઇન્સફી!
(જોક આ પાર્ટ...)
મારા હિસાબે  એક મેનુ નક્કી કરવું જોઈએ 
દા.ત.
૧) રોટલી/ભાખરી/થેપલા (બે સભ્યો જવાબદારી લે)
૨) બે શાક. (ઉપર મુજબ જ જેથી એક સભ્યનું શાક ના ભાવે તો બીજાનું ટેસ્ટ કરાય)
૩) બે મીઠાઈ (મીઠાઈનો અતિરેક એટલે મોટાપા.. કૃપયા દૂર રહે)
૪) ત્રણ ફરસાણ
૫) પાપડ
૬) સલાડ
૭) અથાણું
૮) છાશ
૯) જીરા રાઈસ/ પુલાવ
૧૦) કઢી/ દહીં
૧૧) કોલ્ડ drinks
૧૨) પેપર ડિશ
૧૩) ચા (જેથી ચાવાળો taskની વચ્ચે રાજુને ફોન કરીને પૈસાની ઉઘરાણી ના કરે.)
 
કેમકે અહી શું ખાવું શું ના ખાવું એટલું ગૂંચવણ અને તોય લાગ્યું કે કઈ ખાધું જ નથી!

મુદ્દો ૫) 

આગળ ચેતન અને રીટા વિશે તો મેં લખ્યું જ છે પણ સંસ્થા તરફથી હજુ વધુ યાદગાર બનાવી શક્યા હોત. રાજુએ અમને સોંપેલ taskને અમે શરૂઆતમાં સમજી ના શક્યા જેથી ક્લાસમાં હાજર રહીને પણ માત્ર મસ્તી કરતા છોકરાઓની જેમ અમે  શિક્ષક શું કહેવા માંગે છે તે સમજી ના શક્યા.
ચેતન અને રીટા એમની નાની ઢીંગલ ને મૂકીને  જીવનનો મહત્વનો દિવસ  જ્યારે વા રે વા સાથે વિતાવ્યો ત્યારે સભ્ય તરીકે આપવામાં હજુ કૈક ખૂટ્યાની લાગણી થઇ. જ્યારે કે એ  young કપલ  બહુ મહત્વની શીખ સૌની વચ્ચે મૂકતું ગયું.
(હિમાંશુને  ફટાણા માટે ૧૦૦માંથી ૧૦૦)

મુદ્દો ૬) 

સૌથી મહત્વનો મુદ્દો.
એક વાર્તાકાર તરીકે તમે એ લેવલ પર પહોંચો કે જ્યાં સુધી  તમે ખુદ તમારી વાર્તાના વિવેચક ના બનો.
તમારી ખુદની વાર્તાના પ્રેમમાં ના પડો.
Atleast ૧૫ વાર્તા લખો પછી તમારી જ વાર્તાઓને ફરી મુલવો.

Anusandhan મુદ્દો ૫) 
ચિંતન અને રીટા. નવા નવા પરણેલા જેવી જોડી  છતાં બહુ જ mature. આ શિબિરમાંથી એ કપલ પાસેથી ચોક્કસ શીખવું રહ્યું કે આખરે બે પતિ પત્ની અલગ અલગ વ્યક્તિત્વ છે. એમના શોખ વિચારો અલગ રહેવાના જ અને એ વિચારોને સ્પેસ આપવી માન આપવું એ જ  તો પ્રેમ છે. 
  
Thanking you

Rena suthar (mistry)


1 comment :